SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તલસ્પર્શી અભ્યાસ કર્યો. જાણે સાક્ષાત્ સરસ્વતીનો અવતાર જ હોય તેવા વિદ્યાના પારગામી બન્યા. આ રીતે વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૮૯ સુધીમાં અનેક દર્શનશાસ્ત્રોનો અને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ કર્યો. તે કાલે આગ્રામાં દિગંબરાસ્નાયના મહાવિદ્વાન ગણાતા પંડિત શ્રી બનારસીદાસ હતા. તે શ્રી બનારસીદાસની સાથે પણ વાદવિવાદ ગોઠવાયો. બનારસીદાસ એકાન્તનિશ્ચયની પક્કડવાળા અને વ્યવહારના ઉચ્છેદક હતા. તેઓની સામે વ્યવહાર-નિશ્ચય ઉભયનું યથાર્થ સમન્વયાત્મકભાવે મંડન કરી તેમાં પણ વિજય પ્રાપ્ત કરીને તે જ વખતે આ વાદવિવાદમાં કહેવાયેલી અને અકાય યુક્તિઓથી ભરપૂર “અધ્યાત્મમત ખંડન” એટલે કે “અધ્યાત્મમત પરીક્ષા' નામનો ગ્રંથ બનાવ્યો. તે ગ્રંથમાં (૧) સ્ત્રી મુક્તિ (૨) કેવલી ભક્તિ (૩) કરપાત્રી અને (૪) વસ્ત્ર પરિધાન. આ ચાર બાબતોની ઘણી ચર્ચા કરેલી છે. અને અંતે સત્યની સિદ્ધિ કરેલી છે. વળી નિશ્ચયની જેમ વ્યવહારની પણ આવશ્યક્તા સિદ્ધ કરેલી છે. તથા તે સમયે ત્યાં કેટલાક દિગંબર શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. | ગુજરાતમાં આગમન અને અવધાન પ્રયોગ - આ બાજુ ગુજરાતમાં પૂજ્ય હીરસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.શ્રી તથા ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મ. શ્રી આદિના સ્વર્ગવાસ પછી શિથિલાચાર વધતો જતો હતો. પરસ્પર કલેશ અને કડવાશનાં બીજ પણ શરૂ થયાં હતાં. યતિ સંપ્રદાય જેવી પ્રથા ચાલુ થઈ ચુકી હતી. ક્રિયોદ્ધાર કરવાની તાતી જરૂર હતી. તે વખતે વયોવૃદ્ધ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીએ સમુદાયની ધુરાના નાયકપદે “આચાર્યશ્રી વિજયસિંહસૂરીશ્વરજીને થાપ્યા” તેઓશ્રી પ્રખર વિદ્વાન, વૈરાગ્યવાસિત, નિરતિચાર, સંયમપાલનમાં અડગ અને સિંહના જેવા પ્રતાપી હતા. પરંતુ તેઓશ્રી આ પાટ ઉપર ફક્ત બે જ વર્ષ રહ્યા અને વિક્રમ સંવત ૧૭૦૮માં અષાઢ સુદ ૨ ના દિવસે કાલધર્મ પામ્યા. તેથી પાછી સમુદાયની ધુરા પાછલી ઉંમરે પણ શ્રી વિજયદેવસૂરીશ્વરજીના માથે આવી. આ બધા સમાચાર પૂજ્ય નયવિજયજી મ. અને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીને મળતા રહેતા હતા. તેથી તેઓ પણ ગુજરાત તરફ આવવા વિશેષ ઉત્સુક હતા. આગ્રાથી વિહાર કરી ૧૭૦૯નું ચાતુર્માસ રાજસ્થાનમાં ક્યાંક કરીને ૧૭૧૦માં પાટણ પધાર્યા. સંવેગી પક્ષના પં. શ્રી ઋદ્ધિવિમલજીએ ૧૭૧૦માં પાલનપુર પાસેના ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો અને તેમાં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીએ ઘણો જ સહકાર આપ્યો. આવો ઉલ્લેખ શ્રી વિબુધવિમલજી કૃત સમ્યકત્વ પરીક્ષા નામના ગ્રંથમાં છે. તેથી ૧૭૧૦માં પાટણ આવી ગયા છે. આમ જણાય છે.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy