________________
૪૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧ છે અને તે જ તંતુ, પોતાના અવયવભૂત કપાસ રૂ. પુણી આદિની અપેક્ષાએ પર્યાય કહેવાય છે. કારણ કે પટની વિચારણાના કાળે એટલે કે તંતુઓમાંથી જ્યારે પટ બને છે. ત્યારે પટાત્મક અવસ્થા મધ્યે તંતુઓ તો તંતુરૂપે રહે જ છે. તંતુઓનું સંતુપણું કંઈ નાશ પામતું નથી કે બદલાતુ નથી જેમ સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ અને કપાલાદિ પર્યાયો બદલાવા છતાં મૃદદ્રવ્ય તો તેનું તે જ રહે છે. તેવી રીતે પટાવસ્થામાં તંતુઓ તંતુરૂપે તેના તે જ રહે છે. તંતુઓનો ભેદ થતો નથી માટે પટપર્યાયની અપેક્ષાએ તંતુ એ તંતુ પણે અપરિવર્તનીય હોવાથી દ્રવ્ય છે. પરંતુ તે જ તંતુ સ્વઅવયવભૂત કપાસ-રૂ-પુણી વિગેરેમાંથી નિપજ્યા છે. બન્યા છે. અવસ્થા બદલાઈ છે. કપાસ અવસ્થા કે રૂ અવસ્થા હવે કહેવાતી નથી. તેથી કપાસ, રૂ, પુણી ઈત્યાદિ અવયવો તે દ્રવ્ય, અને તેમાંથી નિપજેલો તંતુ એ નવો અપૂર્વ પદાર્થ બન્યો, તેથી “અન્યત્વ” આવ્યું, આમ અન્યપણું પામવારૂપ ભેદ છે તેથી કપાસાદિમાંથી બનેલો તંતુ પર્યાય કહેવાય છે. સારાંશ કે પટની અપેક્ષાએ તંતુ એ દ્રવ્ય છે અને કપાસ રૂ આદિ પોતાના અવયવની અપેક્ષાએ તંતુ અવયવી રૂપ હોવાથી કાર્યરૂપે નીપજતો હોવાથી અન્યત્વરૂપ ભેદ થવાથી પર્યાય કહેવાય છે.
ते माटइं पुद्गलमांहि द्रव्यपर्यायपणुं अपेक्षाइं जाणवू. आत्म-तत्त्वविचारइं पणिસેવાદિ મદિવ્ય, રારિદ્રવ્યની અપેક્ષારું પર્યાય થાડુંઅવસ્થાભેદ તે પર્યાય, અને અવસ્થાવાન તે દ્રવ્ય, આ રીતે જોતાં સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ-કપાલ એ જુદી જુદી અવસ્થાઓ માટીની થાય છે. માટે માટી એ દ્રવ્ય. પરંતુ એ જ માટી પુગલાસ્તિકાયની અપેક્ષાએ પર્યાય કહેવાય છે. તથા તંતુ એ પટાપેક્ષાએ દ્રવ્ય છે. અને એ જ તંતુ, સ્વાવયવની અપેક્ષાએ પર્યાય છે. આમ જે આ દ્રવ્ય-પર્યાય છે તે ગુરુ-શિષ્ય, પિતા-પુત્રની જેમ પરસ્પર સંકળાયેલા સ્વરૂપવાળા છે. કોઈપણ એક સ્વરૂપમાં બીજા સ્વરૂપની, અને બીજા સ્વરૂપમાં પ્રથમના સ્વરૂપની અપેક્ષા લેવી જ પડે છે. શિષ્ય વિના ગુરુમાં ગુરુત્વ હોતુ નથી. પુત્ર વિના પિતામાં પિતૃત્વ હોતુ નથી. તેમ પર્યાયો વિના દ્રવ્યત્વ, કે દ્રવ્ય વિના પર્યાયત્વ સંભવતું નથી. તે માટે તંતુને દ્રવ્ય પણ કહ્યું અને પર્યાય પણ કહ્યું તેમ સમસ્ત પગલાસ્તિકાય દ્રવ્યમાં ઘટ-પટ આદિ જે દ્રવ્યો છે. તે સર્વને દ્રવ્ય પણ કહેવાય છે અને પર્યાયો પણ કહેવાય છે. તે સર્વ દ્રવ્યપર્યાયપણું આપેક્ષિક જાણવું એવી જ રીતે આત્મતત્ત્વની બાબતની વિચારણામાં પણ આપેક્ષિક દ્રવ્યપર્યાયપણું જાણવું. જેમ કે “સંસારી જીવ” એ દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય આદિ પર્યાયોની અપેક્ષાએ (આદિષ્ટ=) આદેશ (વિચારણા) કરવામાં આવે તો દેવાદિ અવસ્થાઓનો ભેદ છે પરંતુ સંસારિજીવતત્ત્વનો તે પર્યાયોમાં (અન્ય થવારૂપ) ભેદ થતો નથી માટે દેવાદિ અવસ્થાઓની અપેક્ષાએ “સંસારી જીવ” એ દ્રવ્ય છે. અને દેવાદિ અવસ્થાઓ એ પર્યાય છે. પરંતુ આત્મદ્રવ્યની બે અવસ્થા, એક સંસારિત્વ અને બીજી