________________
૩૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧ આ ઢાળથી આ ગ્રંથનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય “દ્રવ્ય-ગુણ-પર્યાય” સમજાવે છે તે ત્રણમાં સૌથી પ્રથમ દ્રવ્ય એટલે શું ? દ્રવ્ય કોને કહેવાય ? તેની વ્યાખ્યા (લક્ષણો જણાવે છે.
આ ટબામાં જ્યાં જ્યાં “હતાં” શબ્દ આવે તેનો અર્થ “કહેતો” થાય છે. અને કહેતાંનો અર્થ “એટલે” એવો કરવો. તથા “જે માટશબ્દ આવે તેનો અર્થ “જે માટે” થાય છે. જે માટેનો અર્થ “કારણ કે” થાય છે. તથા જ્યાં જ્યાં “આઈ” આવે ત્યાં ત્યાં “એ” અર્થ કરવો જેમ કે “અનઈ” એટલે “અને” સમજવું. હવે પછીની વાક્યરચનાઓ જોઈશું ત્યારે આ વાત સ્વયં વધારે સ્પષ્ટ થશે. તે સમયની ગુજરાતી ભાષા આવી હશે. એમ અનુમાન કરાય છે.
|નટ્ટુ પર્યાયનું મનન દતાં સ્થાન, ગુણો અને પર્યાયોનું જે ભાજન છે. એટલે કે સ્થાનક (સ્થાન-આધાર) છે. (ભાજન કહેતાં સ્થાનક સમજવું. અર્થાત્ ભાજન એટલે સ્થાનક=આધાર છે.) ને વિંદું ત્નિ અતીત નીતિ-વર્તમાનક્ષત્નિ સ્વરૂપ હો તથા જે પદાર્થ ત્રણે કાળે એટલે કે ભૂતકાળ, ભાવિકાળ અને વર્તમાનકાળમાં એક સ્વરૂપ જ રહે છે. પUT પર્યાયની પર રિવું નહીં પરંતુ પર્યાયની પેઠે જે ફરે નહીં. તે દ્રવ્ય
દિડું તેને દ્રવ્ય કહેવાય છે. સારાંશ કે જે પદાર્થ ગુણ અને પર્યાયોનો આધાર છે અને ત્રણે કાળે એકસ્વરૂપ જ રહે છે. પર્યાય (અવસ્થા)ની પેઠે જે પોતાનું અસલી સ્વરૂપ બદલતો નથી તે પદાર્થને દ્રવ્ય કહેવાય છે. જેમ કે જે જીવદ્રવ્ય છે. તે જ્ઞાનાદિ ગુણો અને દેવાદિ પર્યાયોના આધારભૂત પણ છે. અને ત્રણે કાળે દેવાદિ અવસ્થાઓ બદલાવા છતાં “જીવપણું" બદલાતું નથી. જીવ એ જીવ મટીને જડ થતો નથી. તેથી જીવ એ ત્રણે કાળે એકરૂપ હોવાથી એક પ્રકારનું દ્રવ્ય છે. આ પ્રમાણે પુગલ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયને વિષે પણ જાણવું. ગુWપર્યાયવત્રિવાર્તસ્વરૂપં દ્રવ્ય આવું સંસ્કૃત ભાષામાં દ્રવ્યનું લક્ષણ થયું.
પ્રશ્ન- આવા પદાર્થને “દ્રવ્ય” શબ્દથી સંબોધિત કેમ કર્યો?
ઉત્તર– “દ્રવ્ય” શબ્દનો જે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ છે તે અર્થ તે પદાર્થમાં લાગુ પડે છે. પ્રવતિ-પયાનું પ્રતિ તિ દ્રવ્ય જે દ્રવીભૂત થાય અર્થાત્ નવા નવા પર્યાયોને (પરિવર્તનને) જે પામે તે દ્રવ્ય. અથવા ટૂર્તિ પ્રાણ પી. ચત્ તત્ દ્રવ્યપર્યાયો વડે જે પ્રાપ્ત કરાય તે દ્રવ્ય. જે દ્રવીભૂત થાય એટલે કે એક રૂપમાંથી બીજા રૂપમાં જ આવે. રૂપાન્તર થાય. અવસ્થાન્તર થાય તેનું નામ દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્ય પ્રતિસમયે નવા નવા પર્યાયો પામવા છતાં પોતાના મૂળભૂત જીવત્વ પુદ્ગલત્વ વિગેરે સ્વરૂપને ત્યજતો નથી. સદા પોતાના અસલી એક સ્વરૂપમાં જ વર્તે છે.