________________
૨૮
ઢાળ-૧ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- જ્ઞાન વિના ચારિત્રમાત્રિ જે સંતુષ્ટ થાઇ છઇં, તેહનઇ શિક્ષા કહઈ છઈ:
“એહનો-દ્રવ્યાનુયોગનો, જેણઈ તાગ પામિઓ, સમ્મતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયો તેહ, તથા ઓઘઈ-સામાન્ય પ્રકારઈ, એહનો-દ્રવ્યાનુયોગનો જેહનઈ રાગ છઈ. તે ગીતાર્થનિશ્રિત. એ બે વિના ત્રીજે સાધુ (સાધક) નહીં.” એહવો અગાધ અર્થ સમ્મતિ મધ્ય ભાષિઓ છઈ. તે માટઈં જ્ઞાનવિના ચારિત્ર જ ન હોઈ.
उक्तं चगीयत्थो य विहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ । રૂત્તો તફવિહારો, નાળા નિવર્દિ કે વ્યવહારસૂત્ર ૨-૩૦ ||
એટલો વિશેષ- જે ચરણકરણાનુયોગદૃષ્ટિ નિશિથ-કલ્પ-વ્યવહાર-દૃષ્ટિવાદાધ્યયનઈ જઘન્ય મધ્યમોત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદૃષ્ટિ (એ) તે સમ્મત્યાદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ જાણવો. તેહની નિશ્રાઈ જ અગીતાર્થનઈ ચારિત્ર કહિયું. / ૧-૭ ||
વિવેચન ક્રિયાયોગ સાધવામાં માત્ર શારીરિક પરિશ્રમ વેઠવો પડે છે પરંતુ જ્ઞાનયોગ સાધવામાં બુદ્ધિ અને શરીર એમ બન્નેનો અતિશય પરિશ્રમ વેઠવો પડે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરુની પરવશતા સેવવી પડે છે. ઇચ્છાનુસાર સ્વતંત્ર ભાવે વર્તન કરાતું નથી. ગુરુ તરફથી લજ્જા, ઉપાલંભ અને તાડન-મારણ આદિના ભયો પણ વર્તે છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ સદા તેને ચિરંજીવ રાખવા માટે પુનરાવર્તન વિગેરે ઉપાયો પણ અપનાવવા પડે છે. જ્ઞાની આત્માઓને ઘણા અજ્ઞાની આત્માઓ નિરંતર પ્રશ્નો પૂછતા રહે છે. એટલે જ્ઞાનીને આહાર અને નિદ્રામાં ખલના પણ થાય છે. આવા પ્રકારનાં અનેક કારણોસર જ્ઞાનયોગ વિષમ, દુઃખદાયી બોજારૂપ અને માથાકુટીયો પણ લાગે છે. તેના કારણે ઘણા લોકો આ યોગમાંથી ઉભગી જાય છે. અને ક્રિયાયોગમાં ઉપરોક્ત બધી મુશ્કેલીઓનો અભાવ છે. કોઈની પરાધીનતા નથી. આહાર-નિદ્રામાં સ્કૂલના નથી. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પૂછવા આવતી નથી. તથા સેવેલા ક્રિયાયોગની સંખ્યા ગણીને આ જીવ રાજી થાય છે. કરેલી ક્રિયા લોકો દેખે છે તેથી માન પણ મળે છે. આવા કારણસર ક્રિયાયોગ જીવને વધુ પ્રિય થઈ પડે છે. તથા કેટલાક આરાધક આત્માઓ જ્ઞાનયોગને વિષમ સમજીને ત્યજી દઈ ક્રિયાયોગ (ચારિત્રપાલન) માત્રથી જ ખુશ ખુશ થઈ જાય છે. અને પોતાની જાતને મોટી માની લે છે.
જ્ઞાન વિના ચારિત્રમાત્ર ને સંતુષ્ટ થરૂ છે, તેનડું શિક્ષા #હ છડું જે જે આરાધક આત્માઓ જ્ઞાનયોગ સેવન કર્યા વિના કેવલ એકલા ચારિત્રપાલન માત્રથી જ ખુશ ખુશ થઈ