SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર અધ્યાય : ૨-સૂત્ર-૫૦-૫૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર મહાવિદેહમાં જાય અને આવે પરંતુ માર્ગમાં ક્યાંય વ્યાઘાત પામતું નથી. તેથી અવ્યાઘાતિ છે. તથા આ શરીર ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓને જ હોય છે. તેવા પૂર્વધર વિનાના સામાન્ય મુનિ આદિને (સાધ્વીજીને, શ્રાવકને, શ્રાવિકાઓને તથા તિર્યંચાદિ જીવોને) હોતું નથી.૨-૪૯. નારશ્નમૂછિને નપુંસાનિ ૨૫૦ નારકસમૂછિનો નપુંસકાનિ ર૫૦ નારકસમૂર્થિનઃ નપુંસકાનિ ૨-૫૦ 7 તેવા ૨-૫૧ ન દેવાઃ ૨-૫૧ ન દેવાઃ ૨-૫૧ સૂત્રાર્થ-નારકી અને સમૂર્ણિમ જીવો નપુંસક વેદવાળા હોય છે. અને દેવો નપુંસકવેદવાણા નથી. ૨-૫૦-૫૧. ભાવાર્થ - શરીર પાંચ પ્રકારનાં વિસ્તારથી સમજાવ્યાં. શરીરની રચના થાય એટલે સ્ત્રી આકાર, પુરુષ આકાર કે ઉભય આકાર રૂપ ત્રણ પ્રકારના વેદોમાંથી કોઈને કોઈ આકારની રચનાનો પણ સંભવ થાય જ. માટે હવે આ બે સૂત્રોમાં વેદો જણાવે છે. સાતે નારકીના જીવો તથા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય સ્વરૂપ સમૂર્ણિમ સર્વે જીવો માત્ર એક નપુંસકદવાળા જ હોય છે. એટલે ત્યાં સ્ત્રી-પુરુષ હોતા નથી. તથા દેવોમાં નપુંસકવેદ હોતો નથી, એટલે કે દેવ અને દેવી એમ સ્ત્રી અને પુરુષ એવા બે જ વેદ હોય છે. બાકીના ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણે વેદો હોય છે. આ પ્રમાણે વેદો કહ્યા. હવે શરીર ધારણ કરવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy