________________
૭૦ અધ્યાય : ૨-સૂત્ર-૪૭-૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર કરેલા આહારનું પાચન પણ તૈજસ શરીરથી થાય છે. તે રીતે તેનો પણ ઉપભોગ કરી શકાય છે. તેવો ઉપભોગ કાર્પણ શરીરથી થઈ શકતો નથી. માટે અન્ય જે કાર્મણ શરીર છે, તે સાંસારિક સુખ-દુઃખ ભોગવવામાં નિરુપભોગ છે. અને બાકીનાં ચારે શરીરો ઉપર સમજાવ્યા મુજબ કોઈને કોઈ રીતિએ ઉપભોગ યોગ્ય છે. હવે આ પાંચે શરીરો કોને કોને હોય છે. તે સમજાવાય છે.
(૧) ઔદારિક શરીર ગર્ભજ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોને હોય છે. તથા સમૂછન જન્મવાળા એકેન્દ્રિયાદિ
જીવોને પણ આ ઔદારિકશરીર જ હોય છે. એટલે એકેન્દ્રિયવિક્લન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોને સર્વને આ ઔદારિક શરીર હોય છે. એમ જાણવું. ર-૪૫-૪૬.
વૈદિચનૌપપાતિમ્ ૨-૪૭ વૈક્રિયમપપાતિકમ્ ર-૪૭ વૈક્રિયમ્ ઔપપાતિકમ્ ર-૪૭
लब्धिप्रत्ययं च ૨-૪૮ લબ્ધિપ્રત્યય ચ ર-૪૮
લબ્ધિપ્રત્યય ચા ૨-૪૮
સૂત્રાર્થ-ઉપપાત જન્મવાળા દેવો અને નારકીને વૈક્રિયશરીર હોય છે તથા લબ્ધિપ્રત્યયિક વૈક્રિયશરીર તિર્યંચમનુષ્યોને હોય છે. ર-૪૭-૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org