________________
૬૮
અધ્યાય : ૨-સૂત્ર-૪૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર બન્ને શરીરો અનાદિકાલથી જીવની સાથે સંબંધવાળાં છે. ક્યારેય પણ આ જીવ ભૂતકાળમાં તૈજસ-કાશ્મણ વિનાનો ન હતો. તથા આ બન્ને શરીરો સર્વ સંસારી જીવોને હોય જ છે. કારણ કે આ બે શરીરો જ સંસારનું મૂલ છે. માટે અનાદિકાલથી સર્વજીવોને આ બે શરીરો છે જ. ૨-૪૦-૪૧-૪૨-૪૩.
તવાહિનિ માન્યાનિ યુપિસ્થીવતુર્થ. ૨-૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાચતુર્ભુઃ ર-૪૪ તઆદીનિ ભાજ્યાનિ યુગપ એકસ્ય આચતુર્ભ ર-૪૪
સૂત્રાર્થ-તે તૈજસકાર્પણ શરીરોને આદિમાં ગણીને એકી સાથે એક જીવને વધુમાં વધુ ચાર સુધીનાં શરીરો ભજનાએ હોય છે. ર-૪૪.
ભાવાર્થ - જો કે શરીરોનો ક્રમ ૩૭ સૂત્ર પ્રમાણે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ છે. તો પણ તૈજસ-કાશ્મણ શરીર આદિમાં ગણીને ૪૪મું સૂત્ર લગાડવું. એટલે કે તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈક્રિય અને આહારક એવો ક્રમ લેવો. આ પ્રમાણેના નવા ક્રમમાંથી એક જીવને એકી સાથે બે, ત્રણ અને વધુમાં વધુ ચાર શરીરો હોય છે. જો બે હોય તો તૈજસ-કાશ્મણ (વિગ્રહગતિમાં), જો ત્રણ હોય તો તૈજસ-કાર્પણ અને દારિક, (મનુષ્ય-તિર્યંચોને) અથવા તેજસ-કાર્પણ અને વૈક્રિય (દેવ-નારકીને). જો ચાર હોય તો તૈજસ-કાશ્મણ-દારિક-વૈક્રિય (વૈક્રિયની લબ્ધિવાળાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org