________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : -સૂત્ર-૩૦-૩૧ ૫૯ ઉપર જાય છે. એક આકાશપ્રદેશ જેટલો પણ વાંકો થતો નથી. વક્રા કરતો નથી. એટલે અવિગ્રહ જ ગતિ હોય છે અને નિયમો ઊર્ધ્વગતિ જ હોય છે. પરંતુ સંસારી જીવ જ્યારે એક ભવ પૂર્ણ કરી બીજા ભવમાં ઉત્પન્ન થવા જાય છે, ત્યારે સીધો પણ જાય છે અને વળાંક લઈને (વક્રા કરીને) પણ જાય છે. કારણ કે પરભવના બાંધેલા આયુષ્ય પ્રમાણે તે જીવની ગતિ થાય છે. ઉત્પત્તિસ્થાન જે રીતે હોય તે રીતે ઋજુ અથવા વક્રાગતિ થાય છે. અને જો વક્રા કરે તો પણ એક-બે અને વધુમાં વધુ ત્રણ વક્રા કરે છે. ઉત્પત્તિસ્થાન બરાબર લાઈનમાં હોય તો વક્રા વિના સીધો જ જાય છે. અને એક-બે કે ત્રણ વક્રાથી ઉત્પત્તિસ્થાન આવતું હોય તો તે રીતે એક-બે- અને ત્રણ વક્રા કરે છે. ત્રણ વક્રાવાળી ગતિ ફક્ત એકેન્દ્રિય જીવોની જ હોય છે. બૃહસંગ્રહણી આદિ ગ્રંથોમાં ચાર વક્રાવાળી ગતિ પણ કહેલી છે. તે નીચે ત્રસનાડીની બહાર વિદિશામાં મારી ઉપર ત્રસનાડીની બહાર વિદિશામાં જન્મનાર એકેન્દ્રિયને આશ્રયી સંભવે છે.૨-૨૮-૨૯.
સિમયોવિપ્રઃ ૨-૩૦ એકસમયોવિગ્રહઃ ૨-૩૦ એક સમયઃ અવિગ્રહઃ ૨-૩૦
િદ વાનાહારઃ ૨-૩૧ એક દ્રૌ વાનાહારક: ૨-૩૧ એક દ્રૌ વા અનાહારક: ૨-૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org