________________
४६
અધ્યાય : ર-સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ-ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તે ઉપયોગ બે ભેદવાળો છે. પ્રથમ ભેદના આઠ અને દ્વિતીયભેદના ચાર પ્રભેદો છે. ર-૮, ૯.
ભાવાર્થ - આત્માનું જે લક્ષણ છે. તે આ સૂત્રમાં સમજાવે છે. ચૈતન્યશક્તિનો જે વપરાશ તેને ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કારણ કે આ ચૈતન્ય શક્તિ જીવદ્રવ્ય માત્રામાં જ છે. તે ઉપયોગના બે ભેદ છે. વસ્તુને સામાન્યથી જાણવી તે સામાન્યોપયોગ. અને વસ્તુને વિશેષે જાણવી તે વિશેષોપયોગ. વિશેષપયોગને સાકારોપયોગ અથવા જ્ઞાનોપયોગ પણ કહેવાય છે. અને સામાન્યોપયોગને અનાકારોપયોગ અથવા દર્શનોપયોગ પણ કહેવાય છે. વિશેષોપયોગના આઠ ભેદ છે. અને સામાન્યોપયોગના ચાર
ભેદ છે. પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદ વિશેષપયોગના છે. ચાર દર્શન એ સામાન્યોપયોગના ભેદ છે. ચૈતન્યશક્તિ જીવમાં જ હોય છે. ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યોમાં હોતી નથી. તેથી ચૈતન્યશક્તિનું હોવું અને તેનો પ્રયોગ કરવો એ જીવનું લક્ષણ છે. ૧-૮-૯.
સંકળિો મુવાશ્ચ ૨-૧૦ સંસારિણો મુક્તાશ્ચ ૨-૧૦ સંસારિણઃ મુક્તાઃ ચ ૨-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org