________________
૨૦ અધ્યાય : ૧-સૂત્ર-૧૭-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર ચાર જ ઈન્દ્રિયોમાં હોય છે. ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ સંભવતો નથી. કારણ કે તે બન્ને ઈન્દ્રિયો વિષયની સાથે જોડાયા વિના જ વિષયબોધ કરે છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. જાણવા લાયક વિષય સાથે જોડાતી નથી. ચક્ષુથી અગ્નિ જોતાં દાહ થતો નથી. સર્પ જોતાં ડંખ થતો નથી. માટે તે બેમાં વ્યંજનાવગ્રહ નથી. મારૂ મન શત્રુંજયના દર્શનમાં વર્તે છે એમ જે કહેવાય છે તે ઉપચારમાત્ર છે. પરંતુ વાસ્તવિકપણે મન ત્યાં જતું નથી. આ પ્રમાણે મતિજ્ઞાનના ભેદો નીચે મુજબ થાય છે.
મતિજ્ઞાન
અવગ્રહ
ઈહા
અપાય
ધારણા
વ્યંજન
અર્થ
અર્થ જ
અર્થ જ
અર્થ જ
સ્પર્શનાદિ સ્પર્શનાદિ સ્પર્શનાદિ સ્પર્શનાદિ સ્પર્શનાદિ ૪ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો
બહુ વગેરે બહુ વગેરે બહુ વગેરે બહુ વગેરે બહુ વગેરે ૧૨ ભેદો ૧૨ ભેદો ૧૨ ભેદો ૧૨ ભેદો ૧૨ ભેદો ૪૮ ૭૨ ૭૨ ૭૨ ૭૨=૩૩૬
આ પ્રમાણે મતિજ્ઞાનના ભેદ-પ્રભેદો ગણતાં કુલ ૩૩૬ ભેદો મૃતનિશ્રિત મતિજ્ઞાનના થાય છે. તેમાં અશ્રુતનિશ્રિતના ભેદરૂપ ઔત્પાતિકી વૈનાયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org