SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૯ ૧૧ ફરીથી ક્યારે પ્રાપ્ત થાય? એટલે કે સમ્યકત્વનો વિરહ કેટલો? જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનઅર્ધ પુદ્ગલ પરાવર્તન. આટલા કાલ પછી જીવ અવશ્ય ફરીથી સમ્યકત્વ પામે જ છે. (૭) ભાવ- ઉપશમાદિ પાંચ ભાવોમાંથી કયા ભાવે જીવને સમ્યકત્વ પ્રગટ થાય? ઉપશમ - ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ ભાવે જ સમ્યકત્વ થાય છે. ઔદાયિક અને પારિણામિક ભાવે સમ્યકત્વ થતું નથી (૮) અલ્પબદુત્વ - ઉપરના ત્રણ સમ્યકત્વોમાંથી જીવો ક્યાં થોડા હોય અને ક્યાં વધારે હોય? ઉપશમમાં સૌથી થોડા હોય, તેનાથી ક્ષયોપશમમાં અધિક હોય, અને તેનાથી ક્ષાયિકમાં અધિક હોય છે. આ પ્રમાણે સમ્યકત્વ ઉપર આઠ દ્વારા સમજાવ્યાં. ૧-૮. સમ્યગ્દર્શન સમજાવીને હવે સમ્યજ્ઞાન સમજાવે છેमतिश्रुतावधिमनःपर्यायकेवलानि જ્ઞાનમ્ ૧-૯ મતિકૃતાવધિમન:પર્યાયકેવલાનિ જ્ઞાનમ્ ૧-૯ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય-કેવલાનિ જ્ઞાનમ્ ૧-૯ સૂત્રાર્થ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારનું જ્ઞાન છે. ૧-૯. ભાવાર્થ- વસ્તુતત્ત્વનો જે વિશેષ બોધ-સમજ તે જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનના પાંચ ભેદો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy