________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય :૧ -સૂત્ર-૬
ભાવાર્થ –જગતમાં રહેલા સર્વે પદાર્થોનું સ્થૂલ (ઉપરછલ્લું) અને સૂક્ષ્મ(ઊંડું) જ્ઞાન પ્રમાણ અને નયો દ્વારા થાય છે. પ્રમાણ અને નય એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. પ્રમાણ અને નયાત્મકજ્ઞાન એ વસ્તુતત્ત્વના જ્ઞાનના ઉપાય રૂપ છે. વસ્તુને જાણવાની-સમજવાની અને ચિંતન-મનન કરવાની એક પ્રકારની આ સૃષ્ટિ છે. દૃષ્ટિને જ નય અને પ્રમાણ કહેવાય છે.
(૧) વસ્તુતત્ત્વને સર્વ ધર્મથી જાણવાની જે દૃષ્ટિ તે દૃષ્ટિને પ્રમાણ કહેવાય છે અને વસ્તુતત્ત્વને કોઈ પણ એક ધર્મથી (ઉ૫કા૨ક ધર્મથી) જાણવાની જે દૃષ્ટિ અને તેમાં બીજા ધર્મો હોવા છતાં પણ તે ધર્મોની ત્યાં ઉપકારકતા ન હોવાથી તેને ગૌણ કરવાવાળી જે દૃષ્ટિ તે નય કહેવાય છે. દા. ત. આ આત્મા નિત્યાનિત્ય છે એમ જાણવું તે પ્રમાણ, અને દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે. તથા પર્યાયદષ્ટિએ અનિત્ય છે. એમ ક્રમશઃ જાણવું તે નય, આ રીતે નયો તે પ્રમાણના અંશો-અવયવો રૂપ છે.
પ્રમાણના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. ઈન્દ્રિયાદિ બાહ્ય આલંબન વિના આત્માને જે સાક્ષાત્ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. અને ઈન્દ્રિયાદિ બાહ્યઆલંબનથી જે જ્ઞાન થાય તે પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ ત્રણ જ્ઞાનો આવે છે. અને પરોક્ષ પ્રમાણમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનો આવે છે.
નયોના પણ બે ભેદો છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય. દ્રવ્ય તરફની દૃષ્ટિ પ્રધાન હોય તે દ્રવ્યાર્થિકનય. અને પર્યાય તરફની દૃષ્ટિ પ્રધાન હોય તે પર્યાયાર્થિકનય. ૧-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org