SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-3 ૧૯૫ સૂત્રાર્થ : દેશથી અને સર્વથી વિરતિ તે અનુક્રમે અણુવ્રત અને મહાવ્રત કહેવાય છે. ૭-૨ આ હિંસાદિ પાંચે પાપોથી અટકવાનું કાર્ય બે પ્રકારે હોય છે. (૧) એક દેશથી-અંશથી તે અણુવ્રત કહેવાય છે. અને (૨) બીજું સર્વથા અટકવું તે મહાવ્રત કહેવાય છે. એટલે અણુવ્રત અને મહાવ્રત એમ વ્રતના બે પ્રકાર છે. ૭-૨. અણુવ્રતધારી જીવોને શ્રાવક અને શ્રાવિકા કહેવાય છે. તથા મહાવ્રતધારી જીવોને સાધુ અને સાધ્વીજી કહેવાય છે. આવા વ્રતધારી સમ્યગ્દષ્ટિ જીવોને જ ચતુર્વિધ સંઘ કહેવાય છે. तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च તસ્મૈર્યાર્થ ભાવના; પંચ પંચ તસ્મૈયાર્થ ભાવનાઃ પંચ પંચ 9-3 ૭-૩ ૭-૩ સૂત્રાર્થ : તે વ્રતોની સ્થિરતા માટે પાંચ પાંચ ભાવનાઓ ભાવવા જેવી છે. ૭-૩ ભાવાર્થ:- તે પાંચે અણુવ્રતો અને મહાવ્રતોમાં સ્થિર થવા માટે દરેક વ્રતોની પાંચ પાંચ એમ કુલ-૨૫ ભાવનાઓ હંમેશાં ભાવવી જોઇએ. આ ભાવનાઓ ભાવવાથી જીવ વ્રતોમાં સ્થિર અને વધારે સ્થિર થાય છે. વ્રતોના નિર્દોષ પાલન માટે પચીસ ભાવનાઓ હંમેશાં ભાવવી આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy