SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અધ્યાય : પ-સૂત્ર-૩૨-૩૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર પર્યાયની અર્પણા (પ્રધાનતા-વિવક્ષા) કરવામાં આવે છે અને દ્રવ્યની અનર્પણા (ગૌણતા-અવિવક્ષા) કરવામાં આવે છે ત્યારે તે સર્વે દ્રવ્યો ઉત્પાદ-વ્યય વાળાં જ દેખાય છે. અને જ્યારે દ્રવ્યની અર્પણા (વિવક્ષા-પ્રધાનતા) કરવામાં આવે છે અને પર્યાયોની અનર્પણા (ગૌણતા-અવિવક્ષા) કરવામાં આવે છે ત્યારે તે પ્રત્યેક દ્રવ્યો ધ્રૌવ્ય જ દેખાય છે. અર્પણા અને અનપણાથી આ વાત સ્પષ્ટ સમજાય તેવી છે. સુવર્ણ દ્રવ્યનું બનાવેલું કડું ભાંગીને પુનઃ કુંડલ બનાવીએ તેમાં કડાકુંડલપણે જોઇએ તો ઉત્પાદ-વ્યય છે અને સુવર્ણપણે જોઈએ તો ધ્રૌવ્ય છે. અને આ સમસ્ત સંસારમાં સર્વે દ્રવ્યો ઉપરોક્ત સ્વરૂપવાળાં જ છે. પ-૩૧. નિરક્ષવા વન્થઃ પ-૩૨ સ્નિગ્ધરુક્ષત્પાદુ બન્ધઃ ૫-૩૨ સ્નિગ્ધ-રુક્ષત્વા બંધઃ ૫-૩૨ ન કથાપાનામ્ પ-૩૩ ન જઘન્યગુણાનામ્ પ-૩૩ ન જઘન્ય-ગુણાનામ્ પ-૩૩ સૂત્રાર્થ- સ્નિગ્ધતા અને રુક્ષતાથી પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. પરંતુ જઘન્યગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. પ-૩૨, ૩૩. * ભાવાર્થ- કોઈપણ પ્રકારનાં પુદ્ગલો બીજા પુગલોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy