________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
ઉભયવડે જ બને છે. ૫-૨૮,
અધ્યાય : ૫-સૂત્ર-૨૯
૧૪૯
સૂત્રાર્થ-ચાક્ષુષ સ્કંધો ભેદ અને સંધાત એમ
ભાવાર્થ-આ અધ્યાયના ૨૬મા સૂત્રમાં પુદ્ગલાસ્તિકાયના કોઈ સ્કંધો ભેદથી, કોઈ સ્કંધો સંઘાતથી અને કોઈ સ્કંધો ઉભયથી થાય છે. એમ ત્રણ પ્રકારે સંધો થાય છે. એવું કહ્યું છે. તેમાં વિશેષતા અહીં સમજાવે છે કે જે જે ચક્ષુર્ગોચર સ્કંધો છે તે તે સ્કંધો ભેદ અને સંઘાત એમ બન્ને વડે જ બને છે. એકલા ભેદથી કે એકલા સંઘાતથી બનતા નથી. કારણ કે ચાક્ષુષ સ્કંધો બાદરપરિણામી જ હોવાથી અનંતાનંત પ્રદેશોના જ બનેલા છે. તેથી કોઈ પ્રદેશોનો ભેદ અને કોઈ પ્રદેશોનો સંઘાત પ્રતિસમયે થયા જ કરે છે. તેથી ચાક્ષુષ સ્કંધો નિયમા ઉભયનિષ્પન્ન જ હોય છે. ૫-૨૮.
उत्पादव्ययधौव्ययुक्तं सत् ૫-૨૯ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-યુક્ત સત્૫-૨૯
૫-૨૯
સૂત્રાર્થ-જે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય ધર્મથી યુક્ત હોય છે તે સત્ કહેવાય છે. ૫-૨૯.
ભાવાર્થ-જગતના સર્વ પદાર્થો દ્રવ્યથી અનાદિ કાળથી
છે અને અનંતકાળ રહેવાવાળા જ છે. કોઈપણ દ્રવ્યનો ક્યારે પણ નાશ નથી અને ક્યારે પણ ઉત્પત્તિ નથી માટે દ્રવ્યની અપેક્ષાએ સર્વે દ્રવ્યો અનાદિ અનંત છે. અર્થાત્ ધ્રૌવ્ય છે. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org