________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૫-સૂત્ર-૧૯
૧૩૯
દ્રવ્યો તેમાં અવગાહીને રહે છે. તેથી આકાશ એ આધાર દ્રવ્ય છે. અને શેષ ચારે આધેય દ્રવ્યો છે. ૫-૧૮.
૫-૧૯
शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् શરીરવાડ્મનઃપ્રાણાપાનાઃ પુદ્ગલાનામ્ શરીર-વાડ્-મનઃ-પ્રાણ-અપાનાઃ પુદ્ગલાનામ્ ૫-૧૯
૫-૧૯
સૂત્રાર્થ-શરીર-વાચા-મન-પ્રાણ અને અપાન એ
પુદ્ગલાસ્તિકાયનો ઉપકાર છે.૫-૧૯.
ભાવાર્થ-જીવોને પ્રાપ્ત થતી ઔદારિકાદિ શરીરની રચના એ પુદ્ગલોનો ઉપકાર છે. વાચા રૂપે (ભાષા રૂપે) મન રૂપે અને શ્વાસઉચ્છ્વાસ રૂપે આ જીવ પુદ્ગલોનું ગ્રહણ-મોચન જે કરે છે. તે સર્વે પુદ્ગલાસ્તિકાયનો ઉપકાર છે. જો પુદ્ગલોની આવી સહાય ન હોત તો આ જીવ સંસારીજીવન જીવી શક્ત જ નહીં. કારણ કે પુદ્ગલોની સહાય દ્વારા જ આ સર્વે કાર્યો થાય છે. શરીર, ઇન્દ્રિયો, ભાષા, મન, અને શ્વાસોચ્છ્વાસ આ સર્વ સામગ્રી પુદ્ગલસ્વરૂપ છે. અને તેની સહાયતાથી જ સંસારી જીવન જીવાય છે.
કોઈપણ કાર્ય કરવામાં બે જાતનાં કારણો હોય છે. ઉપાદાનકારણ અને નિમિત્તકારણ. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે તે ઉપાદાનકારણ. જેમ કે ઘટ બનાવવામાં માટી. અને જે કારણો કાર્ય કરીને નિવૃત્તિ પામે તે નિમિત્તકારણ. જેમ કે ઘટ બનાવવામાં દંડ, ચક્ર, કુલાલાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org