SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૨ ૧૦૯ સૂત્રાર્થ-ઉપર ઉપરના દેવલોકના દેવો સ્થિતિ-પ્રભાવ સુખકાન્તિ-લેશ્યા-વિશુદ્ધિ ઇન્દ્રિયનો વિષય અને અવધિના વિષય દ્વારા અધિક-અધિક છે. ૪-૨૧. ભાવાર્થ-વૈમાનિક દેવલોકમાં ઉપર-ઉપરના દેવલોકના દેવી સ્થિતિ એટલે આયુષ્ય દ્વારા અધિક અધિક છે. પછી પછીના દેવલોકના દેવોનું આયુષ્ય વધારે વધારે છે. જે હમણાં જ સૂત્ર ૨૯થી૪૨ સુધીમાં સમજાવવામાં આવશે. તથા પ્રભાવ પણ વધારે વધારે છે. એવી જ રીતે સાંસારિક સુખ તથા સુખનાં સાધનો, શારીરિક કાન્તિ, મનના અધ્યવસાય રૂપ લેશ્યા, જ્ઞાનાદિ ગુણો દ્વારા અને મોહની મંદતા દ્વારા આત્માની વિશુદ્ધિ, પાંચ ઈન્દ્રિયો દ્વારા જાણવાની જ્ઞાન શક્તિ, અને અવધિજ્ઞાનનો વિષય આ બધું ઉપર ઉપરના દેવલોકોમાં અધિક-અધિક હોય છે. સારાંશ કે શ્રેષ્ઠભાવો અધિક અધિક છે. ૪-૨૧. ગતિશરિપરિક્રમાનતો હીના ૪-૨૨ ગતિ-શરીર-પરિગ્રહાભિમાનતો હીનાઃ ૪-૨૨ ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાનતઃ હીનાઃ ૪-૨૨ સૂત્રાર્થ – ઉપર-ઉપરના દેવલોકના દેવો ગતિ-શરીરપરિગ્રહ અને અભિમાનની અપેક્ષાએ હીનતાવાળા (ઓછાશ વાળા) હોય છે. ૪-૨૨. ભાવાર્થ-ઉપર-ઉપરના દેવલોકના દેવો જેમ સ્થિતિપ્રભાવથી વધારે વધારે હોય છે. તેમ ગતિ-શરીરાદિને આશ્રયી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy