________________
(પ્રકાશકીય નિવેદન)
પ. પૂ. વર્ધમાન તપોનિધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પ. પૂ. વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા માર્ગદર્શન અને આશિષથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી શ્રીસંઘના સાતે ક્ષેત્રના અનેકવિધ કાર્યો ચાલી રહ્યાં છે. જીર્ણપ્રાયઃ થયેલા આગમગ્રંથો, અને શાસ્ત્રગ્રંથોને પુનર્જીવિત કરવાનું કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે.
પૂજયપાદ સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવેશ શ્રીમદ, વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ. પૂ. વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પટ્ટાલંકાર, સમતાસાગર પ. પૂ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યના દિવ્ય આશિષથી પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ના સતત અને ભગીરથ પ્રયાસથી તથા સદુપદેશથી આજ દિન સુધી ૨૦૦ થી વધુ શાસ્ત્રગ્રંથોની ૪૦૦-૪૦૦ નકલ કરાવીને ભારતભરના સંઘોમાં તથા જ્ઞાનભંડોરમાં ઘેર બેઠા પહોંચાડવાનું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે.
અનેક શ્રુતપ્રેમી શ્રાદ્ધવર્યો તથા શ્રીસંઘના અખુટ સહકારથી શ્રુતના ઉદ્ધારનું વિરાટ કાર્ય ખૂબ સહજતાથી થઈ રહ્યું છે. હજુ સેંકડોહજારો શ્રુતગ્રંથોને પુનર્જીવિત કરી ભાવિ પેઢીને શ્રુતનો અમૂલ્ય વારસો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવાની અમારી ખેવના છે. જે દેવ ગુરુ અને શાસનદેવના પ્રભાવથી જરૂર પૂર્ણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org