________________
૧ ૧
શકે છે કે તીર્થંકર પરમાત્મા પ્રત્યે માતાની જેમ વાત્સલ્ય રાખનારી અને તમારા જ ગામમાં રહેનારી “શિવા=કલ્યાણ કરનારી એવી હું દેવી છું. તમારું પણ કલ્યાણ થાઓ અને અમારું પણ કલ્યાણ થાઓ તથા સર્વ અશિવની ઉપશાન્તિ થાઓ. એટલે શિવાદેવી માતા કર્તા હોય આ વાત બરાબર સંગત લાગતી નથી.
આ પ્રમાણે આ નવે સ્મરણો કયારે રચાયાં? કયાં રચાયાં? અને કોણે રચ્યાં? ઈત્યાદિ માહિતી જેટલી પ્રાપ્ત થઈ શકી છે. તેટલી લખી છે. વિશેષ જ્ઞાની ગીતાર્થો પાસેથી સમજી લેવી.
આ નવે સ્મરણોનું મૂળગાથાનું તથા ગુજરાતી અર્થનું ઇંગ્લીશ તૈયાર કરી આપવાનું કામ ડૉ. શ્રી અમૃતભાઈ ઉપાધ્યાયે કર્યું છે. તેથી તેઓનો આ સમયે આભાર માનું છું. તથા આગળથી કેટલીક બૂકો નોંધાવી આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં સહયોગ આપવા બદલ યુ. એસ. એ.માં ચેરિહિલ્લ (ન્યુજરસી સાઉથ)માં રહેતા ડૉ. શ્રી વિનોદભાઈ તથા રસિલાબેનનો હું આભાર માનું છું. તથા ન્યુજરસી નોર્થમાં રહેતા શ્રી કિરણભાઈ ઘડીયાળી તથા તેમનાં માતુશ્રી આદિ પરિવારનો પણ આભાર માનું છું.
ઈગ્લીશ ભાષાન્તર સાથે પુસ્તક પ્રકાશન કરવાનો આ પ્રથમ પ્રયાસ છે. જો આ કાર્યમાં સફળતા મળશે તો બીજા પુસ્તકોનાં ઇંગ્લીશ ભાષાન્તરનો વિચાર કરીશું. આ પુસ્તક પ્રકાશનમાં પુરેપુરું ધ્યાન રાખવા છતાં પ્રમાદવશ કોઈ કોઈ ભૂલો આવી હોય તો તે બદલ ક્ષમા માગું છું તથા તે સુધારીને વાંચવા ભલામણ છે. અને તે ભૂલો અમને જણાવવા વિનંતિ છે.
ઠે. ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯.
( INDIA )
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
: ૬૮૮૯૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org