________________
કે શ્રી ભદ્રબાહુસ્વામીજીને વરાહમિહિર નામના ભાઈ હતા, જેઓ વયમાં મોટા હતા અને પ્રથમ દીક્ષિત હતા. પરંતુ બરાબર યોગ્યતા ન હોવાથી ગુરુજીએ નાના ભાઈશ્રી ભદ્રબાહુસ્વામીને આચાર્યપદ પ્રદાન કર્યું. તેથી વરાહમિહિરને માઠું લાગવાથી દીક્ષાનો ત્યાગ કરી લોકોનાં જ્યોતિષ જોઇને જીવનનિર્વાહ કરતા હતા. જ્યોતિષ જોવામાં તે ઘણી પ્રતિષ્ઠા પામ્યા. ને ગર્વથી જૈન સાધુસંતોની નિંદા કરતા હતા. એકદા રાજ્યસભામાં તેના બતાવેલા જ્યોતિષમાં રાજાના પૂછવાથી શ્રી ભદ્રબાહુસ્વામીએ ક્ષતિ જણાવી. તેથી વરાહમિહિર જૈનધર્મના વધારે દ્વેષી થયા. અંતે મરણ પામી તે વ્યંતર થયા. તેઓએ વિર્ભાગજ્ઞાનથી પૂર્વનું વૈર સંભાળી સંઘમાં મરકીનો ઉપદ્રવ શરૂ કર્યો. તેથી સંઘની વિનંતિથી સંઘની શાન્તિ નિમિત્તે શ્રી ભદ્રબાહુસ્વામીએ આ ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. તે સ્તોત્ર ભણવાથી ગણવાથી અને સાંભળવાથી મરકી શાન્ત થઈ. તેથી આ મહાપ્રભાવક સ્મરણ છે. આ સ્તોત્રામાં ગાથા ૫, ગુરુઅક્ષર ૨૧, લઘુ ૧૬૪, સર્વવર્ણ ૧૮૫ છે.
સંતિકર સ્તોત્ર-(૩) શ્રી તપગચ્છના નાયક એવા શ્રી સોમસુંદરસૂરિના પટ્ટપ્રભાવક, સહસાવધાની શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તોત્રની રચના કરી છે. શ્રી શાન્તિનાથ ભગવાનનું મંત્રગર્ભિત આ સ્તવન મેવાડમાં આવેલા દેવકુલપાટક (દેલવાડા) નામના ગામને વિષે અકસ્માતૃ થયેલા ઉપદ્રવની શાન્તિ માટે બનાવ્યું છે. આ સ્તોત્રના પઠન-પાઠનથી અને મંત્રિત કરેલા જળ છંટકાવથી તે કાળે તે ઉપદ્રવ શાન્ત થયો. ત્યારથી શાન્તિનિમિત્તે આ સ્તોત્ર ગણવામાં આવે છે. આ સ્તોત્ર ત્રણે કાળે અથવા સવાર-સાંજ જો ગણવામાં આવે તો ભૂત-પ્રેત-પિશાચનો તથા ડાકિણી, શાકિણીનો ઉપદ્રવ પણ શાન્ત થાય છે. પખી, ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org