________________
जं सुरसंघा सासुरसंघा, वेरविउत्ता भत्तिसुजुत्ता । आयर-भूसिय-संभमपिंडिअ, सुठु सुविम्हिय-सव्वबलोघा || उत्तम-कंचण-रयण-परूविय,-भासुर-भूसण-भासुरिअंगा । गाय-समोणय-भत्तिवसागय-पंजलि-पेसिय-सीस-पणामा ||२३।।
|| શ્યામાના ||
અસુરોના સમૂહ સાથે આવેલા, પરસ્પર વૈર ત્યજીને આવેલા, ભક્તિથી સારી રીતે ભીંજાઈને આવેલા, બહુમાનભાવ વડે સુશોભિત, ઉતાવળે ઉતાવળે એક્કા થયેલા, તથા અત્યંત વિસ્મય યુક્ત સર્વ પ્રકારના સૈન્યોના સમૂહથી યુક્ત થઈને આવેલા એવા, તથા ઉત્તમ જાતીય સુવર્ણ અને રત્નોના કારણે પ્રકૃષ્ટ રૂપવાળાં અને તેથી જ દેદપ્યમાન એવા પ્રકારનાં આભૂષણો વડે શોભતાં છે સર્વ અંગો જેમનાં એવા, તથા શરીરના પાંચ અંગોથી નમેલા, ભક્તિના વશથી આવેલા, અંજલી કરવા પૂર્વક મસ્તકથી પ્રણામ કરનારા એવા દેવોના સમૂહે જે શાન્તિનાથ ભગવાનને પ્રણામ કર્યા છે તેમને હું પણ પ્રણામ કરું છું. ૨૩
છઠું સ્મરણ-૮૮
Sixth Invocation-88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org