________________
૬૫
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૬ (૫) દેવ અને નરકના ભવમાં ઓછામાં ઓછું ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય હોવાથી લબ્ધિ - અપર્યાપ્ત અવસ્થા હોતી નથી. તેથી જ્યારે દેવગતિ અથવા નરક ગતિ બંધાય ત્યારે અપર્યાપ્ત નામકર્મ બંધાતું નથી. પરંતુ પર્યાપ્ત નામકર્મ જ બંધાય છે તથા દેવ-નરકના ભવમાં સૂક્ષ્મપણું અને સાધારણપણું આવતું ન હોવાથી દેવ - નરક પ્રાયોગ્ય બંધકાલે સૂમ તથા સાધારણ નામકર્મ પણ બંધાતાં નથી.
(૬) દેવનો ભવ શુભ હોવાથી સૌભાગ્ય - આદેય અને સુસ્વર નામકર્મ જ બંધાય છે. તેની પ્રતિપક્ષી એવી દૌર્ભાગ્ય - અનાદેય અને દુઃસ્વર નામકર્મ બંધાતાં નથી. પરંતુ સ્થિર - અસ્થિર, શુભ - અશુભ અને યશ - અશમાં કોઇપણ શુભ અથવા અશુભ એક એક જ બંધાય છે વળી નરકનો ભવ અશુભ હોવાથી ત્રસ - બાદર - પર્યાપ્તા અને પ્રત્યેક વિનાની પરાવર્તમાન બાકીની સઘળી અશુભ જ બંધાય છે.
(૭) પર્યાપ્ત પં. તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય બંધ જ્યારે થાય છે ત્યારે સ્થિરાદિ ૬ એ પ્રકૃતિઓ પ્રતિપક્ષે બંધાય છે. તથા બન્ને વિહાયોગતિ, છએ સંઘયણ અને છએ સંસ્થાન પણ પ્રતિપક્ષપણે બંધાય છે. પરંતુ અપર્યાપ્ત તિ. મ. પ્રાયોગ્ય બંધ જ્યારે થાય છે ત્યારે નિયમા અસ્થિરાદિ અશુભ જ બંધાય છે તથા અશુભ વિહાયોગતિ, છેલ્લું સંઘયણ અને છેલ્લું સંસ્થાન જ બંધાય છે.
(૮) એકેન્દ્રિયના ભવમાં અંગ-ઉપાંગ અને સંઘયણનો સંભવ નથી. તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય-૨૩-૨૫-૨૬ના બંધમાં અંગોપાંગ અને સંઘયણ નામકર્મ બંધાતાં નથી.
(૯) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-તૈજસ-કાર્પણ-અગુરુલઘુ નિર્માણ અને ઉપઘાત આ નવ ધ્રુવબંધી શતક નામના પાંચમા કર્મગ્રંથની ગાથા ૨ પ્રમાણે પ્રસિદ્ધ છે. માટે વારંવાર તેનાં નામો લખાશે નહીં. પણ “નવ ધ્રુવબંધી” આટલું જ લખાશે.
આવા પ્રકારના કેટલાક નિયમો કંઠસ્થ કરવા. વારંવાર મગજમાં ઠસાવવા. જેથી હવે કહેવાતાં બંધ સ્થાનક અને બંધભાંગ બરાબર સમજાય.
હવે અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધની શરુઆત કરીએ -
અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩નો બંધ, ૪ બંધભાંગા (૧) તિર્યંચગતિ | (૬) સ્થાવર
(૧૧) અશુભ (૨) એકેન્દ્રિય જાતિ (૭) સૂક્ષ્મ-બાદરમાંથી એક | (૧૨) દુર્ભગ (૩) ઔદા. શરીર ! (૮) અપર્યાપ્ત
(૧૩) અનાદેય (૪) હુંડક સંસ્થાન | (૯) સાધારણ પ્રત્યેકમાંથી એક (૧૪) અયશ (૫) તિર્યંચાનુપૂર્વી | (૧૦) અસ્થિર
| (૧૫ થી ૨૩) નવ ધ્રુવબંધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org