________________
૬૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨૬ तेवीस पण्णवीसा, छव्वीसा अट्ठवीस गुणतीसा । तीसेगतीसमेगं, बंधट्ठाणाणि नामस्स ।। २६ ॥ त्रयोविंशतिः पञ्चविंशतिः, षड्विंशतिरष्टाविंशतिरेकोनत्रिंशत् । ત્રિવેગિંગ, વન્થસ્થાના નાન: ૫ ર૬
ગાથાર્થ - ૨૩ - ૨૫ - ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ - ૧ આ પ્રમાણે નામકર્મનાં કુલ ૮ બંધસ્થાનકો છે. // ૨૬ //
વિવેચન - સંસારી તમામ જીવો વિવક્ષિત પોતાનો ભવ પૂર્ણ કરીને જ્યારે બીજા ભવમાં જાય છે. ત્યારે આયુષ્યકર્મ ઉદયમાં આવે છે અને તેને અનુસાર નામકર્મ ઉદયમાં આવે છે. તે નામકર્મનો ઉદય શરીર - અંગોપાંગ - શરીરનાં રૂપ - રંગ - આદિ સાંસારિક જીવન જીવવાની સાધન - સામગ્રી આપે છે. આવી સામગ્રી અપાવનારું કર્મ તે સામગ્રીની પ્રાપ્તિવાળા ભવથી પૂર્વભવોમાં બંધાય છે. સામાન્યથી સંસારમાં ચાર ગતિ છે. નરક – તિર્યંચ - મનુષ્ય અને દેવ.
આ ભવથી મરીને જે જીવો નરકમાં જવાના હોય છે, તે જીવો નરકભવને યોગ્ય નામકર્મ બાંધે છે અને જે જીવો એકેન્દ્રિયમાં જવાના હોય છે તે જીવો એકેન્દ્રિયપ્રાયોગ્ય નામકર્મ બાંધે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નામકર્મનાં બંધસ્થાનક વિચારીએ.
૧ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનક ૨૩ - ૨૫ - ૨૬ ૨ વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધસ્થાનક ૨૫ - ૨૯ - ૩૦ ૩ પંચે. તિર્યંચ પ્રાયોગ્ય બંધસ્થાનક ૨૫ - ૨૯ - ૩૦ ૪ મનુષ્ય પ્રાયોગ્ય બંધસ્થાનક ૨૫ - ૨૯ - ૩૦ ૫ દેવ પ્રાયોગ્ય બંધસ્થાનક ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૬ નરક પ્રાયોગ્ય બંધસ્થાનક
૭ ગતિને અપ્રાયોગ્ય બંધસ્થાનક ૧ કુલ બંધસ્થાનક ૮
જે જીવો મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાના હોય તેવા જીવો (એકે. વિધે. પં.તિર્યંચ મનુષ્ય અને દેવો) એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે. પહેલું જે ૨૩નું બંધસ્થાનક છે, તે અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છે અને ર૫ - ૨૬ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. અયુગલિક તમામ તિર્યો અને મનુષ્યો પર્યાપ્તા - અપર્યાપ્તા એમ બન્ને પ્રકારના એકેન્દ્રિયમાં જઈ શકે છે તેથી ર૩ - ૨૫ - ૨૬ એમ ત્રણે બંધસ્થાનક બાંધે છે. પરંતુ દેવો અપર્યાપ્તા એકેન્દ્રિયમાં જન્મ પામતા નથી, તેથી ૨૩નું બંધસ્થાનક બાંધતા નથી. માત્ર ૨૫ - ૨૬ બાંધે છે. યુગલિક તિર્યંચ-મનુષ્યો, નારકી અને સનત્કમારાદિ દેવો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org