________________
પ્રાસંગિક નિવેદના અનાદિ એવા આ સંસારમાં અનંત-અનંત જીવો છે. આ સર્વે જીવો સત્તાગત રીતે સિદ્ધ પરમાત્માની જેમ અનંત અનંત ગુણોથી ભરપૂર ભરેલા છે. પરંતુ તેના ઉપર કર્મોનાં આવરણો લાગેલાં છે. તેથી તે ગુણો ઢંકાયેલા છે. આ સર્વે ગુણો ખુલ્લા કરીને આત્માનું સત્તાગત શુદ્ધસ્વરૂપ જો પ્રાપ્ત કરવું હોય, તો તે કર્મોને ખપાવવાં જ પડે, તોડવાં જ પડે. તે કર્મોને તોડવા માટે કર્મોનું સાચું સ્વરૂપ ભણવું પડે. જાણવું પડે. આ કારણે જૈનદર્શનમાં કર્મના વિષયને જણાવતું ઘણું સાહિત્ય મહર્ષિ પુરુષોએ બનાવ્યું છે. તેમાં પ્રાથમિક અભ્યાસ રૂપે કર્મગ્રંથો ૧ થી ૬ સુપ્રસિદ્ધ છે.
૧ થી ૫ કર્મગ્રંથો, જો કે જુદા જુદા આચાર્ય મહર્ષિઓના બનાવેલા પણ છે. તો પણ સરળ અને સુખબોધ હોવાથી હાલ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીના બનાવાયેલા જ વધારે ભણાય છે. તેથી તેને નવા પાંચ કર્મગ્રંથો કહેવાય છે. અને ભિન્ન ભિન્ન આચાર્યના પૂર્વે રચાયેલાને પ્રાચીન કર્મગ્રંથો કહેવાય છે. નવીન પાંચ કર્મગ્રંથોનું ગુજરાતી વિવેચન લખીને પ્રકાશિત કર્યા પછી હવે આ છટ્ટા કર્મગ્રંથનું ગુજરાતી વિવેચન તૈયાર કરીને શ્રી સંઘના કરકમલમાં સમર્પિત કરું છું. આ છઠ્ઠો કર્મગ્રંથ પરમ પૂજ્ય ચંદ્રમહત્તરાચાર્યનો બનાવેલો છે. - આ કર્મગ્રંથનું બીજું નામ “સપ્તતિકા” છે. આ ગ્રંથની મૂળ ગાથાઓ-૭૦ હતી. તેથી તેનું નામ સપ્તતિકા હતું. પછીથી આ ગ્રંથ દુર્ગમ લાગવાથી અને ૯૦મી ગાથામાં ગ્રંથકારશ્રીની અપૂર્ણ લાગતા અર્થને પૂર્ણ કરવાની અનુજ્ઞા હોવાથી ૨૧ ગાથાઓ પ્રક્ષિપ્ત કરવામાં આવી છે. તેથી કુલ ૭૦+ ૨૧ = ૯૧ ગાથાઓ છે. ગાથા નંબર - ૬, ૧૧, ૨૭, ૩૮, ૩૯, ૪૬, ૪૭, ૨૩, ૨૪, ૨૫, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૭૬, ૭૭, ૭૯, ૮૦, ૮૨, ૮૫ અને ૯૧ એમ કુલ ૨૧ ગાથાઓ અન્ય ગ્રંથોમાંથી પ્રક્ષેપ કરાયેલી છે. એમ કુલ ૯૧ ગાથાઓ થાય છે. )
તથા ૯૦-૯૧ આ બન્ને ગાથાઓ સમાપ્તિસૂચક હોવાથી તે બે વિના ૮૯ ગાથાઓ આ ગ્રંથના વિષયને સૂચવનારી છે. તેથી જ છેલ્લી ૯૧મી ગાથામાં કહ્યું છે કે “UપૂUા દોડ઼ નડો ’ આ રીતે ૮૯ ગાથાઓ મૂલવિષય સૂચવનારી અને છેલ્લી બે ગાથા ઉપસંહાર સૂચક કુલ ૯૧ ગાથાઓ છે. સપ્તતિકા ઉપર એક ચૂર્ણિ છે. તથા આ છઠ્ઠા કર્મગ્રંથ ઉપર પરમપૂજ્ય મલયગિરિજી મહારાજશ્રીની બનાવેલી ટીકા છે. તથા કેટલાંક ગુજરાતી વિવેચનો સુપ્રસિદ્ધ છે.
આ ગ્રંથનું વિવેચન લખવામાં મુખ્યત્વે સપ્તતિકાગ્રંથ, તેની ચૂર્ણિ, પૂ. મલયગિરિજી મ. શ્રીની ટીકા, સપ્તતિકા ભાષ્ય તથા કમ્મપયડિ અને પંચસંગ્રહ ઈત્યાદિ ગ્રંથોનો આધાર લીધેલ છે. તથા પૂજ્ય પંડિતજી શ્રી પુખરાજજી સાહેબના સંપાદિત કરેલા પંચસંગ્રહના ત્રીજા ભાગરૂપ સંતતિકાના
વિવેચનનો વધારે સહારો લીધો છે. વળી મહેસાણા પાઠશાળા અને પંડિતવર્ય શ્રી રસિકભાઈના ગુજરાતી વિવેચનનો કયાંક કયાંક સવાલો લીધેલ છે. તે સર્વે ઉપકારીઓનો આભાર માનું છું.
Jang Edication International
www.jalnelibrary.org