________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૧૭-૧૮
૩૯ તે બન્ને પ્રકારનો સાતનો ઉદય ઔપથમિક અને ક્ષાયિક સમ્યકત્વી જીવોને જ હોય છે. આ રીતે મિશ્ર સાથે ૭નો ઉદય, સમ્યકત્વમોહનીય સાથે ૭નો ઉદય, ભય સાથે ૭નો ઉદય અને જુગુપ્સા સાથે ૭નો ઉદય, આમ ૧૭ના બંધે ૭નો ઉદય ચાર પ્રકારે થાય છે. સાતનો ઉદય ચાર પ્રકારે હોવાથી ૪ ચોવીસી, દરેક ચોવીસીમાં ૨૪-૨૪ ઉદયભાંગા, કુલ ૯૬ ઉદયભાંગા, ચાર વાર સાત સાત ૭ ૪ ૪ = ૨૮ ઉદયપદ અને તેને ચોવીસે ગુણવાથી ૬૭૨ ઉદયપદવૃંદો સાતના ઉદયે થાય છે.
મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, ભય અને જુગુપ્સા આ ચાર પ્રકૃતિઓમાંની કોઈ પણ ૨ પ્રકૃતિઓ ૬ના ઉદયમાં મેળવવાથી આઠ (૮નું) ઉદયસ્થાનક બને છે. મિશ્ર + ભય અને મિશ્ર + જુગુપ્સા આમ બે પ્રકૃતિઓ ૬ના ઉદયમાં મેળવવાથી બે પ્રકારે જે આઠનો ઉદય થાય છે. તે મિશ્રગુણઠાણે સંભવે છે. બન્ને પ્રકારના આઠના ઉદયમાં મિશ્ર ગુણઠાણે એક-એક ચોવીસી અને ચોવીસ - ચોવીસ ઉદયભાંગા થાય છે. સમ્યકત્વમોહનીય + ભય અથવા સમ્યકત્વમોહનીય + જુગુપ્સા મેળવવાથી જે ૮નો ઉદય થાય છે. તે ક્ષાયોપથમિક સમ્યકત્વીને હોય છે અને દર્શનમોહનીય વિના કેવલ ભય + જુગુપ્સા મેળવવાથી જે ૮નો ઉદય થાય છે તે ક્ષાયિક અને ઔપથમિક સમ્યકત્વીને હોય છે. આમ ચોથે ગુણઠાણે ૮નો ઉદય ત્રણ પ્રકારે થાય છે. દરેક પ્રકારમાં એક એક ચોવીસી અને ચોવીસ ચોવીસ ઉદયભાંગા થાય છે. મિશ્ર મોહનીય અને સમ્યકત્વમોહનીયનો એકીસાથે ઉદય હોતો નથી. આમ ૮નો ઉદય મિશ્રગુણ સ્થાનકે બે પ્રકારે અને સમ્યકત્વ ગુણસ્થાનકે ત્રણ પ્રકારે મળીને કુલ પાંચ પ્રકારે થાય છે. માટે ૫ ચોવીસી, ૧૨૦ ઉદયભાંગા, ૮ ૪ ૫ = ૪૦ ઉદયપદો અને ૪૦ x ૨૪ = ૯૬૦ ઉદયપદવૃંદ ના ઉદયે હોય છે.
- ઉપરોક્ત ૬ના ઉદયમાં મિશ્ર - ભય - જુગુપ્સા મેળવવાથી ૯નો ઉદય થાય છે. આ ૯નો ઉદય મિશ્રગુણઠાણે જ માત્ર હોય છે. ત્યાં ૧ ચોવીસી અને ૨૪ ઉદયભાંગા થાય છે તથા દમાં સમ્યકત્વ મોહનીય + ભય + જુગુપ્સા ઉમેરવાથી પણ ૯નો ઉદય થાય છે. તે ચોથા ગુણઠાણે ક્ષાયોપથમિક સમ્યકત્વને જ માત્ર હોય છે. ત્યાં પણ ૧ ચોવીસી અને ૨૪ ઉદયભાંગા થાય છે. નવના ઉદયે કુલ ૨ ચોવીસી, ૪૮ ઉદયભાંગા, ૯ × ૨ = ૧૮ ઉદયપદ અને ૧૮ x ૨૪ = ૪૩૨ ઉદયપદવૃંદ થાય છે. આ પ્રમાણે ૧૭ના બંધે ૨ બંધભાંગા, ૬ થી ૯ સુધીનાં કુલ ૪ ઉદયસ્થાનક, અનુક્રમે ૧, ૪, ૫, ૨ એમ ૧૨ ઉદયચોવીસી, ૧૨ x ૨૪ = ૨૮૮ ઉદયભાંગા, કુલ ૯૨ ઉદયપદ અને ૯૨ x ૨૪ = ૨૨૦૮ ઉદયપદવૃંદ થાય છે. તેનું ચિત્ર આ પ્રમાણે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org