________________
ગાથા : ૧૭-૧૮
છઠ્ઠો કર્મગ્રંથ આ દસે બંધસ્થાનકના જઘન્ય - ઉત્કૃષ્ટ કાલનું પ્રમાણ આ પ્રમાણે છે. ૨૨નો બંધ અભવ્યને આશ્રયી અનાદિ - અનંત, ભવ્યને આશ્રયી અનાદિ સાત્ત, સમ્યકત્વથી પતિતને આશ્રયી સાદિ - સાન્ત, તેનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુગલ પરાવર્તન જાણવો.
૨૧નો બંધ સાસ્વાદને છે. તેનો કાલ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા જાણવો. ૧૭નો બંધ ત્રીજે - ચોથે હોય છે. તેનો કાલ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે. ૧૩ અને ૯નો બંધ અનુક્રમે દેશવિરતિધર અને સર્વવિરતિધરને હોય છે. તે બન્નેનો કાલ દેશોન પૂર્વક્રોડ વર્ષ જાણવો. પૂર્વેક્રોડ વર્ષથી અધિક આયુષ્યવાળાને (યુગલિકને) દેશવિરતિ - સર્વવિરતિ સંભવતી નથી.
પ-૪-૩-૨-૧ના બંધનો કાલ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જાણવો. જઘન્યથી જે ૧ સમય કાલ છે. તે ઉપશમશ્રેણીમાં જ હોય છે. કારણ કે તે તે બંધસ્થાનક પ્રારંભીને ૧ સમય બાદ આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી દેવલોકમાં જન્મ પામનારાને આશ્રયી ૧ સમય કાલ ઘટે છે. ક્ષપકશ્રેણીમાં મૃત્યુનો અસંભવ હોવાથી જઘન્યથી પણ અંતર્મુહૂર્ત જ કાલ હોય છે. ઉત્કૃષ્ટથી બન્ને શ્રેણીમાં પણ અંતર્મુહૂર્ત જ કાલ હોય છે. કારણ કે તે તે ગુણસ્થાનકનો કાલ પણ તેટલો જ છે. ૫ ૧૬
અવતરણ - હવે આ ૧૦ બંધસ્થાનકોમાં કયા કયા બંધસ્થાનકે કેટલાં કેટલાં ઉદયસ્થાનો સંભવે ? તે સમજાવે છે -
दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा । छाई नव सत्तरसे, तेरे पंचाइ अद्वैव ॥ १७ ॥ चत्तारिआइ नवबंधएस उक्कोस सत्तमुदयंसा । पंचविहबंधगे पुण, उदओ दुण्हं मुणेअव्वो ॥ १८ ॥ दश द्वाविंशतौ, नवैकविंशतौ, सप्तादय उदयकर्मांशाः । षडादयो नव सप्तदशे, त्रयोदशे पञ्चादयोऽष्टैव ।। १७ ।। चतुरादयो नवबन्धकेषु, उत्कृष्टात्सप्तोदयांशाः । पञ्चविधबन्धके पुनः, उदयो द्वयोर्ज्ञातव्यः ।। १८ ।।
(૧) છાસઠ - છાસઠ સાગરોપમ પ્રમાણ બે વાર અને વચ્ચે અંતર્મુહૂર્ત મિશ્ન આવતાં સાધિક બે છાસઠ સાગરોપમ પ્રમાણ કાલ મિથ્યાત્વ વિનાનો હોય છે. તો પણ વચ્ચે વચ્ચેના માનવભવમાં દેશવિરતિ કે સર્વવિરતિ આવતી હોવાથી પાંચમું - છઠું - સાતમું ગુણસ્થાનક આવવાથી ૧૭ના બંધનો કાળ તો સાધિક ૩૩ સાગરોપમ જ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org