________________
૩૫૯
નામકર્મ-લેશ્યામાર્ગણા બંધના વિકસેન્દ્રિય પ્રાયોગ્યના ર૪ વિના (૯૨૨૪) બાણુંસો ચોવીશ, ૩૦ના બંધના પણ વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ર૪ વિના (૪૬૧૭) છેતાલીશસો સત્તર, અને ૩૧ના બંધનો ૧ એમ ૨૫ થી ૩૧ પર્વતનાં ૬ બંધસ્થાન એમ (૧૩૮૭૪) તેર હજાર આઠસો ચુમ્મોતેર બંધમાંગ હોય છે.
કેવળી ભગવંતને માત્ર શુક્લલેશ્યા જ હોવાથી તેઓમાંજ સંભવતાં ૨૦ - ૯ અને ૮ વિના ૨૧ આદિ ૯ ઉદયસ્થાનો હોય છે. સામાન્યથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ અપર્યાપ્ત પં. તિ. તેમજ મનુષ્ય, નારક અને કેવળી ભગવંતમાં આ વેશ્યા ન હોવાથી તેઓના ૧૨૫ ભાંગા આ લેગ્યામાં સંભવતા નથી. તેથી શેષ (૭૬૬૬) સાત હજાર છસો છાસઠ ઉદયભાંગા હોય છે. પરંતુ તેજોવેશ્યાવાળા ઈશાન સુધીના દેવો કાળ કરી બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી તે અપેક્ષાએ એકેન્દ્રિયમાં ૨૧ના બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેના ૨ અને ૨૪ના ઉદયના પ્રત્યેક સાથેના આ જ ૨ એમ એકેન્દ્રિયના ૪ ભાંગાઓમાં તેજલેશ્યા સંભવે છે. માટે આ ૪ ભાંગા ઉમેરવાથી (૭૬૭૦) સાત હજાર છસો સિત્તેર ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૬ હોય છે. ૭૮નું સત્તાસ્થાન તેઉકાયવાયુકાયામાં તેમજ ત્યાંથી નીકળીને તિર્યંચોમાં ગયેલા જીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને તે જીવોને તેજોવેશ્યાનો સંભવ નથી. તેથી ૭૮ નું સત્તાસ્થાન આ તેજો વગેરે ત્રણે લેશ્યામાં ઘટતું નથી.
પવલેશ્યા : આ વેશ્યાવાળા જીવો માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તેથી ૨૮ થી ૩૧ પર્વતનાં ૪ બંધસ્થાનો હોય છે. ત્યાં ૨૮ના બંધના દેવ પ્રાયોગ્યના ૮ તેમજ તેજોલેશ્યામાં બતાવ્યા મુજબ ૨૯ના બંધના (૯૨૨૪) બાણુંસો ચોવીશ, ૩૦ના બંધના (૪૬૧૭) છેતાલીશસો સત્તર અને ૩૧ના બંધનો ૧ એમ (૧૩૮૫૦) તેર હજાર આઠસો પચાસ બંધભાંગા હોય છે.
૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાન હોય છે. આ વેશ્યા જે જીવોને નથી, તે જીવોના અનુક્રમે એકેન્દ્રિયના ૪૨, વિકલેજિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ-મનષ્યના ૪, કેવળીના ૮, અને નારકના ૫ એમ ૧૨૫ વિના (૭૬૬૬) સાત હજાર છસો છાસઠ ઉદયભાંગા હોય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૬ સત્તાસ્થાનો હોય છે.
શુક્લલેશ્યા ? કર્મગ્રંથના મત પ્રમાણે આ વેશ્યાવાળા જીવો માત્ર મનુષ્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org