________________
૩૫૮
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) લેશ્યા માર્ગણા : કૃષ્ણાદિ પ્રથમની ૩ લેગ્યામાં ર૩ થી ૩૦ પર્વતનાં ૬ બંધસ્થાન અને આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ના બંધનો ૧ અને ૩૧ તથા ૧ના બંધનો ૧ - ૧ એમ ૩ વિના (૧૩૯૪૨) તેર હજાર નવસો બેંતાલીશ બંધભાંગા હોય છે. ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં ૯ ઉદયસ્થાનો હોય છે. આ ૩ લેશ્યામાં જો ૬ ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તો કેવળીના ૮ વિના (૭૭૮૩) સાત હજાર સાતસો વ્યાસી અને ૪ ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તો કેવળીના ૮ અને યતિને જ સંભવતા ૧૦ એમ ૧૮ વિના (૭૭૭૩) સાત હજાર સાતસો હોતેર ઉદયભાંગા હોય છે.
કષ્ણાદિક પ્રથમની ૩ લેશ્યા ભવનપતિ અને વ્યંતર દેવોમાં હોય છે. પરંતુ જ્યોતિષ આદિ ઉપરના દેવોમાં હોતી નથી. અને ભવનપતિ તથા વ્યંતરો જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરતા નથી. તેથી દેવોની અપેક્ષાએ આ ત્રણ લેશ્યામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ ભાંગા ઘટી શકતા નથી. પરંતુ પ્રથમની ૩ નરકના નારકો જિનનામ સહિત ૩૦ પ્રકૃતિ બાંધે છે. પણ તેઓને કાપોત અને નીલ ગ્લેશ્યા જ હોય છે. તેથી નારકની અપેક્ષાએ આ ૨ લેશ્યામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના બંધના ૮ ભાંગા ઘટી શકે. પરંતુ કૃષ્ણ લેશ્યા પાંચમી વગેરે નરકમાં જ હોય છે. અને તેઓ જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ કરતા નથી. તેથી કૃષ્ણ લેશ્યામાં તો આ ૮ ભાંગા ન ઘટે, છતાં કેટલાએક આચાર્ય ભગવંતના મતે ભવનપતિ અને વ્યંતરોમાં પણ જિનનામ કર્મનો બંધ હોય છે. તેથી તે મતે અથવા તો દેવો તથા નારકોને દ્રવ્ય લેગ્યા ભવપર્યત અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેશ્યાનું પરાવર્તન હોય છે. તે અપેક્ષાએ ત્રણ લેશ્યામાં જિનનામ સહિત ૩૦ના બંધના ૮ ભાંગા ઘટી શકે. અને જો આ અપેક્ષા ન લઈએ તો કૃષ્ણ-લેશ્યામાં આ ૮ ભાંગા બાદ કરતાં શેષ (૧૩૯૩૪) તેર હજાર નવસો ચોત્રીશ બંધભાંગા ઘટે એમ લાગે છે.
સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૭ હોય છે. અવિરત સમ્યદૃષ્ટિ મનુષ્યને પણ છએ વેશ્યાનું પરાવર્તન હોવાથી આ વેશ્યાઓમાં ૯૩ નું સત્તાસ્થાન માનવામાં કોઈ હરકત લાગતી નથી.
તેજલેશ્યા : આ વેશ્યાવાળા જીવો નરક, વિકલેન્દ્રિય, સૂમ, અપર્યાપ્ત અને સાધારણ પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી ૨૩ નું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોવાથી આ જીવો બાંધતા નથી. ૨પના બંધના પણ બાદર પર્યાપ્ત પ્રત્યેકના ૮ ભાંગા જ બાંધે છે. ૨૬ના ૧૬, ૨૮ના દેવ પ્રાયોગ્યના ૮, ૨૯ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org