________________
૩૪૩
નામકર્મ-પંચેન્દ્રિયજાતિ માર્ગણા | દરેક ઉદયસ્થાને ઉદયભાંગ વિચારીએ તો એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયના ભાંગા બાદ કરી શેષ સર્વ ઉદયભાંગા હોય છે. તે આ પ્રમાણે -
૯, ૮ અને ૨૦નો ૧ - ૧, ૨૧ના ૨૮, ૨૫ના ૨૬, ૨૬ના પ૭૮, ૨૭ના ૨૭, ૨૮ના ૧૧૯૬, ૨૯ના ૧૭૭૩, ૩૦ના (૨૮૯૯) અઠ્ઠાવીસસો નવ્વાણું અને ૩૧ના ૧૧૫૩ હોય છે. કુલ ૭૬૮૩ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ ૧૨ હોય છે.
સંવેધ : ૨૩ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાનો અને ઉદયભાંગા આ માર્ગણામાં જે (૭૬૮૩) સાત હજાર છસો વ્યાશી બતાવેલ છે. તેમાંથી દેવતાના ૬૪, નારકના ૫, યતિને જ સંભવતા આહા. અને વૈ૦ મનુષ્યના ૧૦ અને કેવલીના ૮ એમ ૮૭ ભાંગ બાદ કરતાં શેષ (૭૫૯૬) સાત હજાર પાંચસો છ– ઉદયભાંગા હોય છે.
ઉદયસ્થાનવાર ઉદયભાંગા આ પ્રમાણે ઃ ૨૧ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, અને મનુષ્યના ૯ એમ ૧૮. ૨૫ ના વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬. ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯, અને મનુષ્યના ૨૮૯ એમ પ૭૮. ૨૭ ના ૨૫ પ્રમાણે ૧૬. ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, સામાન્ય મનુષ્યના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ (૧૧૭૬) અગિયારસો છોત્તેર. ૨૯ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ (૧૭૫૨) સત્તરસો બાવન. ૩૦ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તરસો અઠ્ઠાવીસ, સામાન્ય મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવન, વૈક્રિય તિર્યંચના ૮ એમ કુલ (૨૮૮૮) અઠ્ઠાવીસસો એક્યાસી, અને ૩૧ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન ઉદયભાંગા છે. કુલ ૭૫૯૬ ઉદયભાંગા જાણવા.
સત્તાસ્થાન સામાન્યથી ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ અને ૭૮ એમ ૫, ત્યાં ૨૧ અને ૨૬ના ઉદયે ૫ - ૫ માટે ૧૦, ૨૫ અને ૨૭ના ઉદયે ૯૨ - ૮૮ બેબે તેથી ૪ અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ વિના ૪ - ૪ માટે ૧૬. એમ ૨૩ના બંધે ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાનો ૩૦ થાય છે.
ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના તિર્યંચના ૯ માં ૫ - ૫ તેથી ૪૫, અને મનુષ્યના ૯ માં ૭૮ વિના ૪ - ૪ માટે ૩૬ એમ ૮૧. ૨૫ ના ૧૬ ભાંગામાં ૯૨ - ૮૮ બે-બે માટે ૩૨. ૨૬ ના તિર્યંચના ૨૮૯ માં ૫ - ૫ તેથી (૧૪૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org