________________
૩૨૯
મોહનીયનું બાસક્રિય્-સમ્યકત્વમાર્ગણા
(૫૪) ક્ષાયિક સમ્યકત્વ માર્ગણા : ૪ થી ૧૪ ગુણસ્થાનક છે. ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ કુલ ૮ બંધસ્થાનક, ૧૧ બંધભાંગા, ૮ - ૭ - ૬ - ૫ - ૪ - ૨ - ૧ કુલ ૭ ઉદયસ્થાનક, ૧૨ ઉદયચોવીશી, દ્વિકોદયના ૧૨ અને એકોદયના ૧૧ કુલ ૩૧૧ ઉદયભાંગા, ૭૨ ઉદયપદ ૧૭૬૩ પદવૃંદ. આ બધી હકીકત ઉપશમ સમ્યકત્વીની જેમ જ જાણવી. સત્તાસ્થાનકમાં તફાવત છે. ક્ષાયિક સમ્યકત્વીને પ્રથમ ૨૧ની સત્તા હોય છે. ત્યારબાદ ક્ષપકશ્રેણીમાં માના પ્રથમ ભાગથી યથોચિતપણે ૧૩ - ૧૨ - ૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ સત્તાસ્થાનો હોય છે. તેથી ૧૭ - ૧૩ - ૯ ના બંધે બારે ચોવીશીમાં ફક્ત એક ૨૧નું જ સત્તાસ્થાનક હોય છે. પના બંધે ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧, એમ ૪ સત્તાસ્થાનક હોય છે. ૪ના બંધે ઉપશમશ્રેણીમાં ૨૧, અને ક્ષપકશ્રેણીમાં ૫ - ૪ કુલ ૩, એવી જ રીતે ૩ના બંધ ૨૧ - ૪ - ૩, બેના બંધે ૨૧ - ૩ - ૨, અને એકના બંધે ૨૧ - ૨ - ૧ સત્તાસ્થાન જાણવાં. દસમે ગુણઠાણે અબંધ ૨૧ - ૧ એમ બે સત્તાસ્થાનક જાણવાં, તથા અગિયારમા ગુણઠાણે અબંધે ૨૧નું ૧ સત્તાસ્થાનક જાણવું.
(૫૫) ક્ષાયોપથમિક સમ્યકત્વ : ૪ થી ૭ સુધીનાં ૪ ગુણસ્થાનકો છે. તેથી ૧૭-૧૩-૯ એમ ૩ બંધસ્થાનક, ૬ બંધભાંગા, ઉદયસ્થાનક પ-૬-૭-૮-૯ કુલ પાંચ, ૧૭ના બંધે સમ્યકત્વ મોહનીયના ઉદયવાળા ૭-૮-૯ ના ઉદયે અનુક્રમે ૧૨-૧ કુલ ૪ ચોવીશી, ૧૩ના બંધે ૬ - ૭ - ૮ ના ઉદયે અનુક્રમે ૧ - ૨ - ૧ કુલ ૪ ચોવીશી, અને ૯ના બંધે ૫ - ૬ - ૭ના ઉદયે અનુક્રમે ૧ - ૨ - ૧ કુલ ૪ ચોવીશી. આમ ૧૨ ચોવીશી, ૨૮૮ ઉદયભાંગા હોય છે. ઉદયપદ ૫ - ૬ - ૭ - ૮ - ૯ ના ઉદયે અનુક્રમે ૫ - ૧૮ - ૨૮ - ૨૪ - ૯ કુલ ૮૪ હોય છે. પદવૃંદ ૨૦૧૬ હોય છે. સત્તાસ્થાનક ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ એમ કુલ ૪ હોય છે. ૨૮નું સત્તાસ્થાનક ચારે ગતિમાં, ૨૪નું સત્તાસ્થાનક અનંતાનુબંધીની વિસંયોજના કરનારા ચારે ગતિના જીવોને, ૨૩નું સત્તાસ્થાનક ફાયિક પામતા માત્ર મનુષ્યને જ, અને ૨૨નું સત્તાસ્થાનક મનુષ્યગતિમાં ક્ષાયિક પામતાં તથા ત્યાંથી અંતિમગ્રાસ વેદતાં વેદતાં મૃત્યુ પામીને ચારે ગતિમાં જનારા જીવને આશ્રયી ચારે ગતિમાં હોય છે.
(૫૬-૫૭-૫૮) મિશ્ર-સાસ્વાદન-મિથ્યાત્વ માર્ગણા : આ ત્રણે માર્ગણામાં પોતપોતાનું એક જ ગુણસ્થાનક છે અને તે તે ગુણસ્થાનકે કહ્યા પ્રમાણે બંધસ્થાનકાદિ સંભવે છે. માટે તે તે ગુણસ્થાનકના સંવેધમાંથી જ જાણી લેવાં.
(૫૯) સંજ્ઞી માર્ગણા : આ માર્ગણામાં ૧ થી ૧૨ અથવા ૧ થી ૧૪ ગુણસ્થાનક છે. માટે મોહનીયકર્મનો મૂળગાથા ૧૨ થી ૨૫ માં કહેલા સંવેધ પ્રમાણે જ સંવેધ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org