SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાગો, દર્શનાવરણીયમાં નવના બંધના બે ભાંગા, વેદનીયમાં સાતા-અસાતાના બંધવાળા ચાર ભાંગા, આયુષ્યકર્મમાં અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચો ચારે ગતિનું ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. તેથી તિર્યંચગતિના નવે નવ ભાંગા હોય છે. મનુષ્યગતિમાં અસંશી (સંમૂર્ણિમ) મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે અને તિર્યંચ-મનુષ્યનું જ આયુષ્ય બાંધે છે. તેથી મનુષ્યગતિના પાંચ ભાંગા કુલ ૧૪ ભાંગા હોય છે. ગોત્રકર્મના નીચગોત્રના ઉદયવાળા ૧ - ૨ - ૪ નંબરવાળા ત્રણ ભાગ હોય છે અને અંતરાયકર્મનો ૫ - ૫ - ૫ વાળો એક જ ભાંગો હોય છે. (૬૧) આહારી માર્ગણા : આ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે. માટે ચૌદમે ગુણઠાણે સંભવતો “અબંધ-૪નો ઉદય-૪ની સત્તા” વાળો ૧ ભાંગો છોડીને બાકીના મૂલકર્મના ૬ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા, દર્શનાવરણીયના અગિયારે અગિયાર, વેદનીયના સાતા-અસાતાના બંધવાળા ચાર, આયુષ્યના અઠ્યાવીસે અઠ્યાવીસ, ગોત્રકર્મના ચૌદમાના ચરમ સમયે સંભવતો અબંધ-ઉચ્ચનો ઉદય અને ઉચ્ચની સત્તાવાળો ૧ ભાંગો છોડીને બાકીના ૬ ભાંગા, તથા અંતરાયકર્મના બન્ને ભાંગ હોય છે. (૬૨) અણાહારી માર્ગણા : આ માર્ગણામાં વિગ્રહગતિમાં ૧ - ૨ - ૪ ગુણસ્થાનક હોય છે. કેવલી સમુઘાતમાં ૩ - ૪ - ૫ સમયે તેરમું ગુણસ્થાનક હોય છે તથા ચૌદમે ગુણઠાણે જીવ અણાહારી હોય છે. તેથી મૂલકર્મના બીજો-છઠ્ઠો અને સાતમો એમ કુલ ૩ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાગો હોય છે. દર્શનાવરણીયના ૯ ના બંધના અને ૬ ના બંધના બે બે કુલ ૪ ભાંગા હોય છે. વેદનીયકર્મના આઠે આઠ ભાંગા હોય છે. આયુષ્યકર્મના ચારે ગતિના બંધપૂર્વેના ૧ - ૧ - ૧ - ૧ એમ ચાર ભાંગા હોય છે. ગોત્રકર્મના વિગ્રહગતિમાં પ્રથમના પાંચ અને કેવલી અવસ્થામાં છેલ્લા ૨ એમ કુલ ૭ ભાંગા હોય છે. અંતરાયકર્મનો પ - ૫ - ૫ વાળો એક ભાંગો હોય છે. ooo Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy