________________
છ કર્મનું બાટ્ટિયું-સંજ્ઞીમાર્ગણા
(૫૬) મિશ્ર સમ્યક્ત્વ માર્ગણા :
૮ વાળો
આ માર્ગણામાં ત્રીજું એક જ ગુણસ્થાનક છે. તેથી ૭ . . મૂલકર્મનો ૧ ભાંગો, જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીય કર્મના ૬ ના બંધના ૨ ભાંગા, વેદનીયકર્મના સાતા-અસાતાના બંધના ચાર ભાંગા, આયુષ્યકર્મના બંધકાલ વિનાના સર્વે ભાંગા કુલ-૧૬, ગોત્રકર્મના ઉચ્ચના બંધવાળા બે ભાંગા તથા અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો સંભવે છે.
(૫૭) સાસ્વાદન સમ્યક્ત્વ માર્ગણા :
-
૮ - ૮ તથા ૭ - ૮ -
આ માર્ગણામાં બીજું ગુણસ્થાનક, મૂલકર્મના ૮ ૮ એમ બે ભાંગા, જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીયના નવના બંધના બે ભાંગા, વેદનીયકર્મના સાતા-અસાતાના બંધવાળા ૪ ભાંગા, આયુષ્યકર્મમાં તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં નરકાયુષ્યના બંધવાળો ૧ + ૧ = ૨ ભાંગા વિના શેષ ૨૬ ભાંગા, ગોત્રકર્મમાં પહેલો ભાંગો અને છેલ્લા અબંધવાળા બે ભાંગા એ ત્રણ વિનાના બાકીના ચાર ભાંગા, અને અંતરાયકર્મમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
(૫૮) મિથ્યાત્વ માર્ગણા :
મૂલકર્મના પ્રથમના ૨ ભાંગા, જ્ઞાનાવરણીયનો ૫ ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીયના નવના બંધના બે ભાંગા, વેદનીયના સાતા-અસાતાના બંધના ચાર ભાંગા, આયુષ્યકર્મમાં અઠ્યાવીસે અઠ્યાવીસ ભાંગા, ગોત્રકર્મમાં અબંધવાળા છેલ્લા બે વિના પાંચ ભાંગા, અને અંતરાયમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
૨૧.
Jain Education International
(૫૯) સંશી માર્ગણા :
કેવલી પરમાત્માને સંશી તરીકે વિવક્ષીએ તો મૂલકર્મના સાત, (અન્યથા પાંચ) જ્ઞાનાવરણીયના બન્ને, દર્શનાવરણીયના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩, વેદનીયના આઠ, આયુષ્યના અઠ્યાવીસ, ગોત્રકર્મના સાત અને અંતરાયકર્મના બન્ને ભાંગા હોય છે. નીચનો બંધ, નીચનો ઉદય અને નીચની સત્તાવાળો ગોત્રકર્મનો ભાંગો, તેઉકાયવાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉલના કર્યા પછી મૃત્યુ પામી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં જનારા જીવને આશ્રયી જાણવો.
(૬૦) અસંજ્ઞી માર્ગણા :
મૂલકર્મના ૮
.
૩૧૭
-
-
-
For Private & Personal Use Only
૮ - ૮ તથા ૭ ૮ - ૮ વાળા બે ભાંગા હોય છે.
www.jainelibrary.org