SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) અબંધ-ઉચ્ચનો ઉદય-ઉચ્ચની સત્તા આ બે ભાંગા) વિના બાકીના પાંચ ભાંગા ઘટે છે. આ બન્ને ભાંગા ૧૧ થી ૧૪માં યથોચિત હોય છે અને ત્યાં સ્ત્રીવેદ નથી. તથા નીચનો બંધ, નીચનો ઉદય અને નીચની સત્તાવાળો પહેલો ભાગો, તેઉકાય-વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉવલના કર્યા પછી જ્યારે પંચેન્દ્રિય તિર્યંચમાં જાય ત્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં આ ભાંગો સ્ત્રીવેદ માર્ગણામાં હોઈ શકે છે. કારણ કે ત્યાં તિર્યંચમાં ત્રણે વેદ છે. અંતરાયકર્મમાં પ-પ-૫ વાળો ૧ ભાંગો હોય છે. (૨૦) પુરુષવેદ : . પુરુષવેદ માર્ગણામાં પણ ૧ થી ૯ ગુણસ્થાનક છે. નારકીના જીવો સ્ત્રી કે પુરુષ હોતા નથી. તેથી સ્ત્રીવેદની જેમ જ ભાંગા જાણવા. (૨૧) નપુંસકવેદ : નપુંસકવેદમાં પણ સ્ત્રીવેદની જેમ જ જાણવું. તફાવત માત્ર એટલો જ છે કે આયુષ્યકર્મના ૨૮ ભાંગામાંથી દેવોના પાંચ ભાંગા ન લેવા. કારણ કે દેવગતિમાં સ્ત્રીવેદ-પુરુષવેદ જ હોય છે. નપુંસકવેદ હોતો નથી. (૨૨ થી ૨૫) ક્રોધ-માન-માયા-લોભ : આ ચાર માર્ગણામાંથી ક્રોધ-માન-માયાને ૧ થી ૯ ગુણસ્થાનક છે. તેથી સ્ત્રીવેદની જેમ જ મૂલકર્મના અને છ કર્મના ભગા સંભવે છે. ફક્ત આયુષ્યકર્મમાં ૨૮ ભાંગા જાણવા. માત્રા લોભમાં ૧ થી ૧૦ ગુણસ્થાનક છે. એટલે મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ તથા ૬ - ૮ - ૮ એમ ૩ ભાંગા ઘટે છે. બાકી બધું સમાન છે. (૨૬-૨૭-૨૮) મતિ-શ્રુત-અવધિજ્ઞાન : આ ત્રણ માર્ગણામાં ૪ થી ૧૨ ગુણસ્થાનક છે. માટે મૂલકર્મના તેરમે-ચૌદમે ગુણઠાણે સંભવતા ૧ - ૪ - ૪ તથા ૦ - ૪ - ૪ વાળા છેલ્લા બે ભાંગા વિના પાંચ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા હોય છે. ગુણસ્થાનક ૪ થી ૧૨ છે. માટે પહેલે-બીજે જ સંભવતા દર્શનાવરણીયના ૯ ના બંધના ૨ ભાંગા છોડીને બાકીના સ્વમતે ૯ અને મતાન્તરે ૧૧ ભાંગા સંભવે છે. વેદનીયના સાતા-અસાતાના બંધના ચાર ભાંગા હોઈ શકે છે. ગુણસ્થાનક સમ્યકત્વવાળાં હોવાથી ચારે ગતિમાં બંધકાલે શુભાયુષ્યના બંધવાળો એક-એક જ ભાંગો લેવાથી નરકગતિના ૪, તિર્યંચગતિના ૬, મનુષ્યગતિના ૬, અને દેવગતિના ૪ મળીને ૨૦ ભાંગા જ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy