________________
છ કર્મનું બાસઢિયું-જાતિમાર્ગણા
૩૦૭ આ પ્રમાણે વિચારતાં નરક-તિર્યંચમાં નીચ ગોત્રનો જ ઉદય હોય છે. પરંતુ મનુષ્ય અને દેવગતિમાં નીચગોત્રનો પણ ઉદય હોઈ શકે છે અને ઉચ્ચગોત્રનો ઉદય પણ હોઈ શકે છે. અંતરાયકર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય છે.
(૫) એકેન્દ્રિય માર્ગણા :
મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ બે જ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ વાળો એક જ ભાંગો હોય છે. દર્શનાવરણીય કર્મના ૯ ના બંધના બે જ ભાંગા (૯ - ૪ - ૯ / ૯ - ૫ - ૯) હોય છે. કારણ કે એકેન્દ્રિય જીવોને બે જ ગુણઠાણાં છે. અને ત્યાં નવનો જ બંધ છે. વેદનીયકર્મના સાતાના બંધના ૨, અને અસાતાના બંધના ૨ એમ કુલ ૪ ભાંગા હોય છે. એકેન્દ્રિય જીવોને પરભવનું તિર્યંચનું અને મનુષ્યનું એમ બેમાંનું કોઈ પણ એક આયુષ્ય બંધાતું હોવાથી તિર્યંચગતિના આયુષ્યકર્મના ૯ ભાંગામાંથી બંધપૂર્વેનો ૧, બંધકાલના ૨, બંધ પછીના ૨ એમ પાંચ જ ભાંગા સંભવે છે. ગોત્રકર્મમાં આ તિર્યંચગતિ જ હોવાથી અને તેમાં નીચગોત્રનો જ ઉદય હોવાથી નીચના ઉદયવાળા ત્રણ ભાંગા જ ઘટે છે. તેઉકાય-વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વેલના કર્યા પછી તે ભવમાં અથવા પૃથ્વીકાયાદિ ભવમાં પણ કેટલોક કાળ “નીચ-નીચ-નીચ” વાળો ભાંગો ઘટી શકે છે. અંતરાય કર્મમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો જ હોય છે.
(૬-૭-૮) વિક્લેન્દ્રિય :
એકેન્દ્રિય માર્ગણાની જેમ જ જાણવું. વિક્લેન્દ્રિય જીવો પણ તિર્યંચ માત્ર જ છે. અને બે જ ગુણસ્થાનક છે. તેથી ઉપરોક્ત જ ભાંગા જાણવા.
(૯) પંચેન્દ્રિય જાતિ :
આ જાતિમાં ચૌદ ગુણસ્થાનક હોવાથી બધા જ ભાંગા સંભવી શકે છે. મૂલા કર્મના સાતે સાત, જ્ઞાનાવરણીય કર્મના બને, દર્શનાવરણીય કર્મના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩, વેદનીય કર્મના આઠે આઠ, આયુષ્ય કર્મના ચારે ગતિના ૫ - ૯ - ૯ - ૫ કુલ ૨૮ ભાંગા હોય છે. ગોત્રકર્મના સાતે ભાંગ હોય છે. “નીચ-નીચનીચ” વાળો પ્રથમ ભાંગો તેઉકાય-વાયુકાયમાં ઉદ્ગલના કર્યા પછી મરીને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં તે જીવી જાય છે ત્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉચ્ચગોત્ર બંધાતું ન હોવાથી ઘટી શકે છે. અંતરાયકર્મના બને ભાંગા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org