________________
૩૦૫
છ કર્મનું બાસક્રિયું-ચારગતિ
(૧) નરકગતિ :
મૂલ કર્મના સાત ભાંગામાંથી આયુષ્ય બંધકાલે ૮નો બંધ, ૮નો ઉદય અને ૮ની સત્તા, શેષકાલે આયુષ્યના બંધ વિના ૭નો બંધ, ૮નો ઉદય અને ૮ની સત્તા એમ મૂલકર્મના કુલ બે ભાંગા હોય છે.
જ્ઞાનાવરણીયકર્મમાં પનો બંધ, પનો ઉદય અને પની સત્તા આ એક જ ભાંગો હોય છે. દર્શનાવરણીયકર્મમાં નવના બંધના ૨ અને છના બંધના બે એમ કુલ ૪ ભાંગા હોય છે. ૯ - ૪ - ૯ / ૯ - ૫ - ૯ / ૬ - ૪ - ૯ / ૬ - ૫ - ૯ આ ચાર ભાંગા જાણવા. વેદનીય કર્મમાં અસાતાના બંધના ૨ અને સાતાના બંધના ૨, કુલ ૪ ભાંગા હોય છે.
અસાતા-અસાતા-૨ / અસાત-સાતા-૨ | સાતા-અસાતા-૨ | સાત-સાતા-૨ આ ૪ ભાંગા વેદનીયના જાણવા.
આયુષ્યકર્મના નરકગતિમાં સંભવતા પાંચ ભાંગા જાણવા. ૧. અબંધ
નરકાયુષ્યનો ઉદય નરકાયુષ્યની સત્તા ૨. તિર્યંચાયુષ્યનો બંધ નરકાયુષ્યનો ઉદય તિર્યંચ-નરકની સત્તા ૩. મનુષ્પાયુષ્યનો બંધ નરકાયુષ્યનો ઉદય મનુષ્ય-નરકની સત્તા ૪. અબંધ
નરકાયુષ્યનો ઉદય તિર્યંચ-નરકની સત્તા ૫. અબંધ
નરકાયુષ્યનો ઉદય મનુષ્ય-નરકની સત્તા ગોત્રકર્મમાં ૧ નીચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તા, ૨ ઉચ્ચનો બંધનીચનો ઉદય અને બેની સત્તા આ રીતે બીજા-ચોથા નંબરનો એમ બે ભાંગા હોય છે. અને અંતરાયકર્મનો પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચમી સત્તાવાળો ફક્ત એક ભાંગો સંભવે છે.
(૨) તિર્યંચગતિ :
મૂલકર્મમાં ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ બે ભાંગા જાણવા. જ્ઞાનાવરણીયમાં ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો જાણવો. દર્શનાવરણીયમાં ૯ - ૪ - ૯ / ૯ - ૫ - ૯ / ૬ - ૪ - ૯ / ૬ - ૫ - ૯ / એમ ૪ ભાંગા જાણવા. વેદનીયકર્મમાં અસાતા-અસાતા-૨ / અસાત-સાતા-૨ | સાતા-અસાતા-૨ | સાતાસાતા-૨ | એમ ૪ ભાંગા જાણવા. આયુષ્યકર્મમાં તિર્યંચગતિના બંધપૂર્વેનો ૧, બંધકાલના ૪, અને બંધ પછીના ૪ એમ ૯ ભાંગા પૂર્વે સમજાવ્યા પ્રમાણે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org