________________
ગાથા : ૯૦-૯૧-૯૨
૩૦૨
છઠ્ઠો કર્મગ્રંથ ગાથાર્થ - શ્રી ચંદ્રમહત્તરાચાર્યના મતને અનુસરનારી ૭૦ ગાથાઓના સમૂહરૂ૫ (સતતિકા નામનો) આ ગ્રંથ છે. તેમાં ટીકાકારાદિ વડે રચાયેલી ગાથાઓનો પ્રક્ષેપ કરતાં કુલ ૮૯ ગાથાઓ થઈ છે. / ૯૧ //
| વિવેચન - પૂર્વધર એવા શ્રી ચંદ્રમહત્તરાચાર્યશ્રીએ તો સૌથી પ્રથમ ૭૦ ગાથાઓનો આ ગ્રંથ બનાવ્યો હતો. તેથી જ આ ગ્રંથનું મૂલનામ “સપ્તતિકા” રાખવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં “સપ્તતિકા” નો અર્થ ૭૦ થાય છે. પ્રાકૃત ભાષામાં તેને જ “સિત્તરી” કહેવાય છે. કોઈ ચિરંતનાચાર્યકૃત “સિત્તરી” નામનો ગ્રંથ છે. તેની ૭૦ ગાથા છે. પરંતુ આ ૭૦ ગાથાનો સતતિકા નામનો જે ગ્રંથ છે. તે જ આ છે. તેને સમજવો ઘણો કઠીન છે. દુર્બોધ છે. એમ સમજીને તથા “નો તી મહિપુ0” ગાથા ૯૦માં ગ્રંથકારશ્રીની જ આશા છે કે જ્યાં જે અર્થ અધુરો દેખાય, તે ઉમેરીને કહેજો”. આ વાક્યમાં ગ્રન્થકારશ્રીની આજ્ઞા જ છે. એમ સમજીને ટીકાકાર આદિ મહાત્માઓએ ગ્રંથકારશ્રીના આશયને અનુસરનારી એવી કેટલીક ગાથાઓ ભાષ્ય આદિ ગ્રંથોમાંથી લઈને ઉમેરી છે. તેથી આ ગ્રંથની ગાથા એક ન્યૂન નેવું એટલે કે ૮૯ થઈ ગઈ છે. વાસ્તવિક સપ્તતિકાની મૂળ ગાથા ૭૦ છે. અને સિરીગ્રંથની ગાથા ૭૧ છે. (છેલ્લી એક ગાથા ઉપસંહારાત્મક છે....)
જે જે ગાથાઓ ઉમેરી છે તે ગાથાઓ આ પ્રમાણે છે. આ પુસ્તકમાં છાપેલી ગાથા નં. ૬, ૧૧, ૨૭, ૩૮, ૩૯, ૪૬, ૪૭, ૨૩, ૨૪, ૨૫, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૭૬, ૭૭, ૭૯, ૮૦, ૮૨, ૮૫ તથા ૯૧ કુલ ૨૧ ગાથાઓ ઉમેરવામાં આવી છે. તેથી ૭૦ + ૨૧ = ૯૧ ગાથાઓ આ પુસ્તકમાં અમે છાપી છે.
૯૧ ગાથાના આ ગ્રંથમાં છેલ્લી બે ગાથા ઉપસંહારાત્મક હોવાથી વિષયને સમજાવનારી ૮૯ ગાથા થાય છે. જે છેલ્લી ગાથામાં સૂચવવામાં આવ્યું છે. I૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org