________________
૩૦૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૯૦-૯૧-૯૨ यो यत्राप्रतिपूर्णोऽर्थोऽल्पागमेन बद्ध इति । तं क्षमयित्वा बहुश्रुताः पूरयित्वा परिकथयन्तु ।। ९० ।।
ગાથાર્થ - અલ્પશાસ્ત્રજ્ઞ એવા મારા વડે જ્યાં જ્યાં જે જે અર્થ અપરિપૂર્ણ રચાયો હોય, તે મારા અપરાધની ક્ષમા કરીને તે અધુરો અર્થ ઉમેરીને, હે બહુશ્રુત પુરુષો ! તમે કહેજો. // ૯૦ //
વિવેચન - આ ગ્રંથની રચના કરનારા ગ્રંથકર્તા પોતાની વિનય-વિવેકભરી ભાષામાં અતિશય લઘુતા જણાવતાં કહે છે કે - હું અલ્પશાસ્ત્રોનો જ્ઞાતા છું. તેથી કોઈ કોઈ અર્થો કહેવાના રહી ગયા હશે એમ હું માનું છું. તેથી જે જે સ્થાને જે જે અર્થ કહેવાનો રહી ગયો હોય અર્થાત્ અહીં અપરિપૂર્ણ અર્થ છે. આવું તમને લાગે તો હે બહુશ્રુત પુરુષો ! હે દ્વાદશાંગીના જાણ પુરુષો ! મારો તે અપરાધ ક્ષમા કરીને અધુરા તે અર્થને પૂરીને, બાળ જીવોના ઉપકાર માટે તમે અવશ્ય કહેજો. (તમને વધારે સ્પષ્ટ અર્થો કરવાની અને કહેવાની છૂટ છે).
બહુશ્રુત પુરુષો ઘણા વિશાળ જ્ઞાનના સમૂહની સંપત્તિવાળા છે. પરોપકાર કરવાની જ એક રસિકતાવાળા છે. તેથી મારા ઉપર અને અમારા સઘળા શિષ્યપરિવાર ઉપર પરમ ઉપકાર કરવાની ઈચ્છાવાળા હોય જ. તેથી અસ્ફટ અને અપરિપૂર્ણ અર્થ કહેવા રૂપ મારો જે અપરાધ (ક્ષતિ) છે. તેને સહી લઈને ખુટતા અર્થો પુરીને અવશ્ય કહેજો.
ઉપરનાં વાક્યોમાં કેટલો વિનય છે ? કેટલો વિવેક છે ? કેટલી લઘુતા છે? કેટલી ઉદારતા છે ? કેટલી નમ્રતાસૂચક ભાષા છે ? ધન્ય છે આવા મહાત્મા પુરુષોને, તેઓના ચરણકમલમાં અમારા લાખો લાખો વંદન હોજો. || ૯૦ ||
गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइनिअमिआणं, एगूणा होइ नउईओ ।। ९१ ।। गाथाग्रं सप्तत्याश्चन्द्रमहत्तरमतानुसारिण्याः । ટીવિનિર્મિતાનીમેલોના મવતિ નવલિઃ | ૧૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org