________________
૨૭૯
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૮૧ કિટ્ટીનું કર્મદલિક ઉદયથી ભોગવે છે. તે જ કાલે ત્રીજી કિટ્ટીનું કર્મદલિક અનંતગુણહીન અનંતગુણહીન રસવાળું કરીને સૂક્ષ્મકિટ્ટીરૂપે કરે છે.
આમ કરતાં કરતાં લોભની પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ બીજી કિટ્ટીના દલિકોને વેદતાં વેદતાં એક આવલિકા બાકી રહે ત્યાં સુધી જીવ આવે છે. ત્યાર પછીના સમયે (હજુ લોભની બીજી સ્થિતિમાં ત્રીજી કિટ્ટીનું સૂક્ષ્મકિટ્ટીરૂપે કરાયેલું કર્મદલિક બાકી છે. તો પણ) નવમા ગુણઠાણાનો પાંચમો ભાગ પરિપૂર્ણ થાય છે. બાદર લોભનો ઉદય-ઉદીરણા સમાપ્ત થાય છે. લોભનો બંધ સર્વથા વિરામ પામે છે. આ બધું એકી સાથે થાય છે. હવે લોભની બીજી સ્થિતિમાં રહેલાં, ત્રીજી કિટ્ટીરૂપે બનેલાં અને અતિશય સૂમકિટ્ટીરૂપે કરાયેલાં કર્મદલિકોને અપવર્તના કરણ વડે આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે અને વેદે છે. તે કાલે આ જીવ સૂક્ષ્મકિટ્ટીકૃત લોભને વેદતો હોવાથી “સૂક્ષ્મસંપાય” કહેવાય છે.
સંજવલનના ચારે કષાયોમાં પહેલી અને બીજી કિટ્ટીની વધેલી આવલિકા અનુક્રમે બીજી અને ત્રીજી કિટ્ટીના દલિકોની સાથે ભોગવાય છે અને તૃતીય કિટ્ટીકૃત કર્મદલિક ક્રોધનું માનમાં, માનનું માયામાં, અને માયાનું લોભમાં નાખીને ભોગવાય છે. આ રીતે દશમા ગુણઠાણે આવેલો આ જીવ સૂમકિટ્ટીઓને ઉદયથી ભોગવે પણ છે. અને કેટલીક તે જ સૂમકિટ્ટીઓને સ્થિતિઘાતાદિ વડે ઘાત કરતાં કરતાં ખપાવે પણ છે. આમ પ્રથમ સ્થિતિગતને ભોગવતો અને દ્વિતીય સ્થિતિગતને ખપાવતો આ જીવ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી જાય છે. હજુ સંજવલન લોભની સ્થિતિસત્તા વધારે છે અને દશમાં ગુણઠાણાનો કાલ અલ્પ છે. તેથી જેમ ચક્રવર્તી રાજા સામેના શત્રુરાજા સાથે
જ્યારે યુદ્ધ લંબાતું જતું હોય ત્યારે છેલ્લે ચક્રરત્નનો ઉપયોગ કરે છે, તેમ આ ક્ષેપક મહાત્મા “સર્વાપવર્તના” નામના કરણવિશેષ વડે લોભ ઉપર મોટો પ્રહાર કરીને તેને અપવર્તાવીને દશમાં ગુણઠાણાના કાલપ્રમાણ કરે છે. હજુ દશમું ગુણસ્થાનક અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ બાકી હોય છે.
હવે લોભના સ્થિતિઘાતાદિ થતા નથી. જ્ઞાનાવરણીયાદિના સ્થિતિઘાતાદિ ચાલુ રહે છે. લોભની અપવર્તિત થયેલી આ સ્થિતિને (સૂક્ષ્મકિટ્ટીરૂપે કરાયેલી, પ્રથમ સ્થિતિમાં લવાયેલી, ત્રીજી કિટ્ટીને) ઉદય અને ઉદીરણા વડે ભોગવતાં ભોગવતાં આ જીવ ત્યાં સુધી જાય છે કે દેશમાં ગુણઠાણાનો સમયાધિક આવલિકા કાલ બાકી રહે. ત્યાર પછીના સમયે હવે લોભની ઉદીરણા વિરામ પામે છે. દશમા ગુણઠાણાની છેલ્લી એક આવલિકામાં, લોભની જે સૂક્ષ્મકિટ્ટીઓ છે તેને માત્ર ઉદયથી ભોગવીને સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org