________________
છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૯-૮૦
૨૭૧ (૪) તે કાલે જે કર્મોનો બંધ પણ ન હોય અને ઉદય પણ ન હોય તેવી કર્મપ્રકૃતિઓનું કર્મલિક બંધાતી એવી સજાતીય પરપ્રકૃતિમાં નાખે છે. જેમકે નપુંસકવેદના ઉદયે શ્રેણી માંડનાર સ્ત્રીવેદના અંતરકરણનું કર્મદલિક બંધાતા એવા પુરુષવેદમાં નાખે છે.
ઉપરોક્ત નિયમના આધારે નપુંસકવેદના અંતરકરણનું કર્મલિક નપુંસકવેદના ઉદયે શ્રેણી માંડી હોય તો પહેલી સ્થિતિમાં જ માત્ર નાખે છે. બંધ ન હોવાથી બીજી સ્થિતિમાં નાખતો નથી અને જો અન્ય વેદે શ્રેણી માંડી હોય તો નપુંસકવેદનું અંતરકરણનું કર્મલિક પરપ્રકૃતિમાં નાખે છે. હવે નપુંસકવેદની જે બીજી સ્થિતિ છે તેનો ઉવલના અનુવિદ્ધ એવા ગુણસંક્રમ વડે નાશ કરવાની શરૂઆત કરે છે. જે હજારો સ્થિતિઘાત ગયે છતે નપુંસકવેદની તે બીજી સ્થિતિ સંપૂર્ણપણે નાશ થાય છે. આ રીતે નપુંસકવેદની પ્રથમ સ્થિતિ વિપાકોદયથી અથવા સિબૂકસંક્રમથી નાશ કરે છે. અંતરકરણનું કર્મદલિક પહેલી સ્થિતિમાં નાખીને અથવા પરમાં સંક્રમાવીને ખાલી કરે છે. અને બીજી સ્થિતિ ઉદ્ગલનાથી અનુવિદ્ધ એવા ગુણસંક્રમથી અંતર્મુહૂર્ત કાલે નાશ કરે છે. ત્યારે આ જીવ મોહનીય કર્મની ૧૩ ને બદલે ૧૨ ની સત્તાવાળો થાય છે. ત્યારબાદ નપુંસકવેદમાં કહેલા ક્રમ પ્રમાણે જ અંતર્મુહૂર્તકાળે સ્ત્રીવેદનો પણ તે ક્ષપક મહાત્મા ક્ષય કરે છે. તેથી ૧૨ ને બદલે ૧૧ ની સત્તાવાળો બને છે.
આ ૧૩-૧૨-૧૧ ની સત્તા પુરુષવેદે શ્રેણી માંડનારને જ આવે છે. અને તે ત્રણે સત્તા પાંચના બંધે જ આવે છે. એટલે તેને આશ્રયીને જ આ લખાણ જાણવું.
જો નપુંસકવેદના ઉદયે જ શ્રેણી પ્રારંભી હોય તો નપુંસકવેદ અને સ્ત્રીવેદ બન્ને સાથે ખપાવે છે. અને તે જ વખતે પુરુષવેદનો બંધવિચ્છેદ પણ થાય છે. તેથી પાંચના બંધે ૧૩ ની અને ચારના બંધે ૧૧ ની સત્તા આવે છે. સ્ત્રીવેદના ઉદયે જો શ્રેણી માંડી હોય તો પ્રથમ નપુંસકવેદ માત્ર જ ખપાવે છે. ત્યારબાદ સ્ત્રીવેદ અપાવે છે. અને તે જ વખતે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. તેથી પાંચના બંધે ૧૩-૧૨ ની સત્તા અને ચારના બંધે ૧૧ ની સત્તા આવે છે. અહીં પુરુષવેદના ઉદયે શ્રેણી માંડનારને આશ્રયી લખાય છે કે પ્રથમ ૧૩, નપુંસકવેદના ક્ષય પછી ૧૨, અને સ્ત્રીવેદના ક્ષય પછી ૧૧ ની સત્તા પુરુષવેદના ઉદયે શ્રેણિ પ્રારંભકને આવે છે.
સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે મોહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતા વર્ષની હોય છે. ત્યાર પછીથી એક એક સ્થિતિઘાત ગયે છતે મોહનીય કર્મની સ્થિતિસત્તા સંખ્યાતગુણ હીન-સંખ્યાતગુણ હીન થાય છે અને જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતકર્મોની સ્થિતિબંધ સંખ્યાતા વર્ષનો થાય છે અને નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન-સંખ્યાતગુણ હીન થાય છે. નામ-ગોત્ર-વેદનીયનો બંધ હજુ અસંખ્યાત વર્ષપ્રમાણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org