________________
ગાથા : ૭૫
૨૬૧
છઠ્ઠો કર્મગ્રંથ
1 કિટ્ટીકરણોદ્ધાના કાલની પહેલી સ્થિતિની જે ૧ આવલિકા બાકી (અનુપશાન્ત) રહી છે. તે સિબૂકસંક્રમથી કિટ્ટીકૃત વેદાતા લોભમાં સંક્રમાવી દે છે. એક સમયજૂન ૨ આવલિકા કાલમાં બાંધેલું બીજી સ્થિતિમાં રહેલું જે કર્મલિક છે. તે પણ તેટલા જ કાલમાં ઉપશમાવે છે. બીજી સ્થિતિમાં જે કરાયેલી અનંતી-અનંતી કિટ્ટીઓ છે. તેમાંથી કેટલીક કેટલીક કિટ્ટીઓને જેન્દ્ર = ગ્રહણ કરીને પ્રથમ સ્થિતિરૂપે કરીને અનુભવે છે અર્થાત્ ઉદયથી ભોગવીને ક્ષય કરે છે. અને બીજી ઘણી ઘણી કિટ્ટીઓને મુવંતો = બીજી સ્થિતિમાં જ રાખીને ત્યાંને ત્યાં જ ઉપશમાવે છે. આ રીતે ગ્રહણ અને મોચન કરતો જીવ એટલે કે કેટલીક કિટ્ટીઓને પ્રથમ સ્થિતિરૂપે કરીને ભોગવતો, અને કેટલીક કિટ્ટીઓને ઉપર જ રાખીને ઉપશમાવતો ઉપશમાવતો આ જીવ કિટ્ટીવેદનાદ્ધાના (એટલે કે સૂમસંપરાય ગુણઠાણાના) ચરમ સમયે જાય છે.
તે ચરમ સમયે જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતી કર્મોનો બંધ અંતર્મુહૂર્ત પ્રમાણ, નામ-ગોત્રનો બંધ ૧૬ મુહૂર્તપ્રમાણ, અને વેદનીય કર્મનો બંધ ૨૪ મુહૂર્ત પ્રમાણ જાણવો. તે જ ચરમ સમયે કિટ્ટીકરણોદ્ધા સમાપ્ત થાય છે સૂમસંપરાય ગુણસ્થાનક સમાપ્ત થાય છે. સૂર્મલોભનો ઉદય વિરામ પામે છે. ઉદીરણા ૧ આવલિકા પહેલાં જ વિરામ પામે છે અને સંજવલન લોભ પણ સર્વથા ઉપશાન્ત થાય છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનકની પ્રાપ્તિ -
પ્રથમ સ્થિતિગત કિટ્ટીઓ ઉદય દ્વારા ભોગવાઈ જવાથી અને દ્વિતીય સ્થિતિગત નવમા ગુણઠાણાની છેલ્લી સમયજૂન ૨ આવલિકામાં બાંધેલું અને કિટ્ટીઓ રૂપે કરાયેલું કર્મદલિક સર્વથા ઉપશાનત થઈ જવાથી હવે આ જીવ અગિયારમા ઉપશાન્તમોહ ગુણસ્થાનકે આવે છે. ત્યાં મોહ ઉપશાન્ત થયેલો હોવાથી વીતરાગાવસ્થા કહેવાય છે. પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉદય ચાલુ હોવાથી આ જીવ છઘસ્થ છે. તેથી ઉપશાન્તમોહ વીતરાગ છઘસ્થ આવું નામ આ ગુણસ્થાનકનું છે.
આ ગુણસ્થાનકનો કાલ, તથા ઉપશમશ્રેણી સંબંધી ચઢતાં અને પડતાં આવતાં ૮-૯-૧૦ ગુણસ્થાનકોનો કાલ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. જે જીવે આયુષ્યબંધ કરીને ઉપશમશ્રેણીમાં આરોહણ કર્યું હોય તેના મૃત્યુનો પણ શ્રેણીમાં સંભવ હોવાથી મૃત્યુ પામે તો જ ૧ સમયનો જઘન્યકાલ ઘટી શકે. અન્યથા અંતર્મુહૂર્ત જ સમજવો. ઉપશાન્તમોહ ગુણઠાણે મોહનીયકર્મ ઉપશાના હોવાથી તેમાં સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તના-ઉદીરણા-નિધત્તિ-નિકાચના કરણો અંતર્મુહૂર્ત કાલ સુધી હવે લાગતાં નથી. ફક્ત ત્રણ દર્શનમોહનીયમાં સંક્રમણ અને અપવર્તના ચાલુ રહે છે. ક્રોધના ઉદયે શ્રેણીનો પ્રારંભ કરનારાને આશ્રયી આ લખાણ કરેલ છે. માન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org