________________
૨૪૮
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે આ જીવ મોહનીયકર્મની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. સત્તામાં જે દીર્ઘસ્થિતિ ૨૧ પ્રકૃતિઓની છે. તેમાંથી ભોગવવા માટે નીચે થોડીક સ્થિતિ રાખીને, તેની ઉપરની સ્થિતિમાંથી કર્મદલિકોને ખાલી કરવા માટે, અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં અંતરકરણ કરે છે. બાકીની ઉપરની સ્થિતિ એમને એમ રાખે છે. તેથી સ્થિતિના ત્રણ ભાગ થાય છે. જેમકે
પ્ર. સ્થિતિ | અંતરકરણ | બીજી સ્થિતિ
પ્રશ્ન - એકવીસે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ, અંતરકરણ, અને બીજી સ્થિતિ શું સમાન કરે છે કે અસમાન કરે છે ?
ઉત્તર - એકવીસે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ અને અંતરકરણ સરખું હોતું નથી. હીનાધિક હોય છે. ત્યાં ત્રણ વેદમાંથી ઉદયમાં વર્તતો કોઈ પણ ૧ વેદ અને સંજ્વલન ચાર કષાયમાંથી ઉદયમાં વર્તતો ૧ કષાય, એમ બેની પ્રથમ સ્થિતિ
સ્વોદયકાલ પ્રમાણ (નાના-મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ) હોય છે અને અનુદયવતી (૧૧ કષાય અને ૮ નોકષાય એમ) ૧૯ પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ ૧ આવલિકા માત્ર જ રાખે છે.
૧ વેદ અને ૧ કષાયની જે પ્રથમ સ્થિતિ છે તે સ્વોદયકાલપ્રમાણ (અંતર્મુહૂર્ત) રાખે છે. તેમાં પણ નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ઉદયકાલ સૌથી થોડો હોય છે. (નાના અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે.) તેનાથી પુરુષવેદનો ઉદયકાલ સંખ્યાતગુણ હોય છે. તેનાથી સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભનો ઉદયકાલ અનુક્રમે વિશેષાધિક-વિશેષાધિક હોય છે. ભાવાર્થ એવો છે કે સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણીનો પ્રારંભ કરનારાને અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એવા બે ક્રોધનો ઉપશમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીની સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિ (સ્વોદયકાલ પ્રમાણ) કરે છે. આ જ રીતે માનના ઉદયે શ્રેણી માંડનારો જીવ સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ બે માનનો ઉપશમ ન થાય ત્યાં સુધીના વિશેષાધિક એવા એટલે કે સ્વોદયકાલ પ્રમાણ એવા કંઈક મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. માયાના ઉદયે શ્રેણી માંડનારો જીવ સંજવલન માયાની પ્રથમ સ્થિતિ, બે માયા ઉપશમ ન પામે ત્યાં સુધીના કાલ જેટલી (અર્થાત્ માનથી અધિક) કરે છે. એવી જ રીતે લોભના ઉદયે શ્રેણી માંડનારો જીવ સંજ્વલન લોભની પ્રથમ સ્થિતિનો કાલ બે લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધીના સૌથી મોટા અંતર્મુહૂર્તકાલ પ્રમાણ કરે છે અને જેનો ઉદય ત્યાં નથી એવી અનુદયવાળી ૧૧ કષાયો અને ૮ નોકષાયો રૂપ ૧૯ પ્રકૃતિઓની પહેલી સ્થિતિ એક આવલિકા માત્ર જ રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org