________________
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ
જે જે કર્મોનો સ્થિતિબંધ ૧ પલ્યોપમ પ્રમાણ જ્યારે જ્યારે થાય છે. ત્યારથી તેનો નવો નવો સ્થિતિબંધ સંખ્યયગુણ હીન-સંખ્યયગુણ હીન થાય છે અને ૧ પલ્યોપમથી અધિક બંધ હોય છે. ત્યારે પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન-સંખ્યાતમા ભાગે હીન સ્થિતિબંધ કરે છે. આ કારણે નામ-ગોત્રકર્મનો સ્થિતિબંધ ૧ પલ્યોપમ પ્રમાણ થયો હોવાથી હવે નામ-ગોત્રનો સ્થિતિબંધ સંખ્યયગુણ હીનના ક્રમે કરે અને શેષકર્મોનો પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીનના ક્રમે કરે. એમ કરતાં કરતાં હજારો સ્થિતિઘાત જાય ત્યારે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય અને અંતરાયનો સ્થિતિબંધ પણ ૧ પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારથી આ ચાર કર્મનો પણ સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન, સંખ્યાતગુણહીનના ક્રમે કરે, આ કાલે મોહનીયકર્મનો બંધ હજુ ૧ પલ્યોપમનો થાય અને નવો નવો સ્થિતિબંધ સંખ્યાત ભાગે હીન હીન કરે. ત્યાર બાદ હજારો સ્થિતિઘાત ગયે છતે મોહનીયનો સ્થિતિબંધ પણ ૧ પલ્યોપમનો થાય, હવે તે મોહનીયનો પણ નવો નવો બંધ સંખ્યાતગુણ હીન-સંખ્યાતગુણ હીન કરે. તે કાલે શેષ ૬ કર્મોનો સ્થિતિબંધ ૧ પલ્યોપમના નાના-મોટા સંખ્યાતમા ભાગ પ્રમાણ થઈ ચૂકેલો હોય છે. આ કાલે નામ-ગોત્રની સ્થિતિસત્તા સૌથી થોડી, જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતગુણી અને મોહનીયની સ્થિતિસત્તા તેનાથી પણ સંખ્યાતગુણી હોય છે. (પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા. ૫૨-૫૩-૫૪-૫૫).
૨૪૬
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે નામ-ગોત્રનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ હીન અસંખ્યાતગુણ હીન કરે છે. તેથી તે કાલે નામ-ગોત્રનો સ્થિતિબંધ અલ્પ, જ્ઞાનાવરણીયાદિનો સ્થિતિબંધ (સંખ્યાતગુણને બદલે) અસંખ્યાતગુણ, અને તેનાથી મોહનીયનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોય છે. ત્યારબાદ વળી હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો સ્થિતિબંધ અસંખ્યયગુણહીન-અસંખ્યેય ગુણ હીન થવા લાગે છે. જેવો સ્થિતિબંધ ઘટતો જાય છે તેવી સ્થિતિસત્તા પણ ઘટતી જ જાય છે. નામ-ગોત્રનો બંધ અલ્પ, જ્ઞાનાવરણીયાદિનો અસંખ્યાતગુણ, અને તેનાથી મોહનીયનો સંખ્યાતગુણ. ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે મોહનીયનો બંધ પણ અસંખ્યાતગુણહીન-અસં.ગુણ.હીન કરે છે. ત્યારે નામ-ગોત્રનો અલ્પ, જ્ઞાનાવરણીયાદિનો અસંખ્યાતગુણ અને મોહનીયનો તેનાથી પણ અસંખ્યાતગુણ. આવો બંધ અને આવી સત્તા હોય છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે એક પ્રહાર દ્વારા (એક જ ઝપાટા દ્વારા) મોહનીયકર્મનો બંધ જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોથી જે ઉપર (અધિક) હતો. તે હવે નીચે અસંખ્યયગુણહીન લાવી દે છે. એટલે કે મોહનીયકર્મનો સ્થિતિ બંધ એકદમ વધારે ઘટાડી નાખે છે. તે કાલે (૧) નામ-ગોત્રનો બંધ અલ્પ, (૨) તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org