________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫
૨૪૫
ઉપશમશ્રેણી માંડી પણ શકે. અને કોઈ જીવ ક્ષાયિક પામ્યા પછી ઉપશમશ્રેણી ન પણ માંડે અર્થાત્ વિરામ પામે.
આ રીતે અનંતાનુબંધી ચાર અને દર્શનમોહનીય ત્રિકની ઉપશમના કરે તે ૨૮ ની સત્તાવાળા, અનંતાનુબંધીની વિસંયોજના કરી દર્શનમોહનીયની ઉપશમના કરે તે ૨૪ ની સત્તાવાળા, અને સાતેનો ક્ષય કરે તે ૨૧ ની સત્તાવાળા જીવો એમ ત્રણે પ્રકારના જીવો ઉપશમ શ્રેણી માંડી શકે છે. અને કોઈ કોઈ આચાર્ય મહારાજાઓના મતે ૨૪-૨૧ ની એમ બે પ્રકારની સત્તાવાળા જીવો જ ઉપશમશ્રેણી માંડી શકે છે. તે ઉપશમશ્રેણી (ચારિત્ર મોહનો ઉપશમ) કરવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. - ચારિત્ર મોહનીયની ઉપશમના :
૨૮ અથવા ૨૪ ની સત્તાવાળા ઉપશમ સમ્યગ્દષ્ટિ અને ૨૧ ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીનો પ્રારંભ કરતાં પ્રથમ ત્રણ કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તે, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણઠાણે, અને અનિવૃત્તિકરણ નવમા ગુણઠાણે કરે છે. ત્રણે કરણનું સ્વરૂપ પૂર્વની જેમ જાણવું. અપૂર્વકરણના પ્રથમ ભાગે નિદ્રાદ્વિકનો, છઠ્ઠા ભાગે દેવપ્રાયોગ્ય ૩૦ નો, અને સાતમા ભાગે હાસ્યચતુષ્કનો બંધવિચ્છેદ કરે છે. પ્રતિસમયે છઠ્ઠાણવડીયાં હોય છે. અબધ્યમાન અશુભ કર્મપ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તે છે. અપૂર્વકરણના ચરમ સમયે હાસ્યાદિ ષટ્કનો ઉદય, તથા સર્વે કર્મોનાં દેશોપશમના, નિત્તિ અને નિકાચના વિરામ પામે છે. અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિબંધ થાય છે. તેના કરતાં સંખ્યાત ગુણ હીન સ્થિતિબંધ ચરમસમયે થાય છે. ત્યારબાદ અનિવૃત્તિકરણમાં (નવમા ગુણઠાણામાં) આ જીવ પ્રવેશ કરે છે.
અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુષ્ય વિના ૭ કર્મોની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. અને સ્થિતિબંધ અંતઃકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. (પંચસંગ્રહના મતે બંધ પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. ઉપશમના કરણ ગાથા ૫૦) તેમાં પણ નામ-ગોત્રનો અલ્પ બંધ, જ્ઞાનાવરણીયાદિ ૪ નો અધિક બંધ અને મોહનીયનો સૌથી વધારે બંધ હોય છે. તેમાંથી હજારો હજારો સ્થિતિઘાત ગયે છતે સાત કર્મોનો સ્થિતિબંધ અનુક્રમે અસંજ્ઞી પંચેન્દ્રિયતુલ્ય, ચઉરિન્દ્રિયતુલ્ય, તેઈન્દ્રિયતુલ્ય, બેઈન્દ્રિયતુલ્ય અને છેલ્લે એકેન્દ્રિયતુલ્ય બને છે. તેમાંથી હજારો સ્થિતિઘાત ગયે છતે નામ-ગોત્રનો ૧ પલ્યોપમ, જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો ૧૫ (દોઢ) પલ્યોપમ, અને મોહનીયનો ૨ પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ૭ કર્મોની સ્થિતિસત્તા જો કે ઘણી હોય છે તો પણ આ જ ક્રમે હોય છે. નામ-ગોત્રની થોડી, વેદનીય અને ૩ ઘાતિકર્મોની વિશેષાધિક અને મોહનીયની સૌથી વિશેષાધિક જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org