________________
૨૪૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭૫ નાશ કરે. આ રીતે હજારો સ્થિતિઘાત ગયે છતે મિથ્યાત્વમોહનીય જલ્દી તુટતી જતી હોવાથી તે મિથ્યાત્વમોહનીયની સત્તા ફક્ત એક આવલિકા જેટલી જ રહે છે. સમ્યકત્વમોહ અને મિશ્રમોહ તો હજુ પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ તુલ્ય બાકી છે. સ્થિતિઘાતો દ્વારા ઘાત કરાતું કર્મલિક મિથ્યાત્વનું મિશ્ર અને સમ્યકત્વમોહમાં, મિશ્રનું સમ્યકત્વમોહમાં અને સમ્યકત્વમોહનું પોતાની નીચેની સ્થિતિમાં નાખીને વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે.
મિથ્યાત્વનું ૧ આવલિકા પ્રમાણ જે કર્મલિક બાકી રહ્યું. તે સિબૂક સંક્રમ વડે ઉદિત એવી સમ્યકત્વમોહનીયમાં નાખીને મિથ્યાત્વમોહનો સૌથી પ્રથમ ના કરે છે. ત્યારે આ જીવ મોહનીયની ૨૩ ની સત્તાવાળો બને છે. ત્યારબાદ સમ્યકત્વમોહ અને મિશ્રમોહના અસંખ્યાતા ખંડ કરવાનું શરૂ કરે છે. એક ખંડ બાકી રાખે છે. અને બાકીના અસંખ્યાતા ખંડોનો નાશ કરે છે. બાકી રાખેલા તે ૧ ખંડના પુનઃ પુનઃ અસંખ્યાતા ખંડ કરે છે. તેમાંના એકને બાકી રાખે છે અને શેષનો નાશ કરે છે. આ રીતે હજારો સ્થિતિઘાત ગયે છતે મિશ્રમોહનીય પણ એક આવલિકા માત્ર જ શેષ રહે છે. તે સમયે સમ્યકત્વમોહનીયની સત્તા આઠ વર્ષ માત્રની જ રહે છે. મિશ્રમોહનીયની બાકી રહેલી તે એક આવલિકા પણ તિબૂકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં સંક્રમિત થઈ જાય છે. ત્યારે આ જીવ મોહનીયની ૨૨ની સત્તાવાળો બને છે. તે કાલે સકલ પ્રચૂહોનો (વિક્નોનો) અપગમ (નાશ) થયો હોવાથી અર્થાત્ હવે પાછા પડવાનો અને દર્શનમોહના ઉદયમાં લપેટાવાનો ભય ચાલ્યો ગયો હોવાથી આ જીવ નિશ્ચયનયથી દર્શનમોહનીયનો શપક (વાસ્તવિક ક્ષપક) કહેવાય છે.
મિશ્રમોહના ક્ષય પછી સમ્યકત્વમોહનો સર્વથા ક્ષય કરવાનો હજુ બાકી છે. તે માટે હવેથી તેનો અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાત કરે છે. તેનાથી ખંડાતું કર્મદલિક સમ્યકત્વમોહના ઉદય સમયથી ગુણશ્રેણીના શીર્ષ સુધી ક્રમશઃ અસંખ્યાતગણું અને ત્યારબાદ - વિશેષહીન-વિશેષહીન એમ ચરમ સમય સુધી ગોઠવે છે. આવા પ્રકારના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિવાળા અનેક સ્થિતિખંડો ઉકેરે છે. અને તેમાંનું દલિક નીચે નાખે છે (નીચેની સ્થિતિમાં ગોઠવે છે). આમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી જાણવું. આ કિચરમ સ્થિતિખંડ પછી ચરમ સ્થિતિખંડનો ઘાત શરૂ કરે છે. તે ચરમ સ્થિતિખંડ દ્વિચરમ સ્થિતિખંડ કરતાં અસંખ્યાતગુણ મોટો જાણવો. જ્યારે આ ચરમ સ્થિતિખંડ ઘાયમાન હોય છે. ત્યારે આ જીવ “કૃતકરણ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org