________________
૨૪૨
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ જ દર્શન મોહનીયનો ક્ષય કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. પૂર્વે કહ્યા પ્રમાણે પૂર્વભૂમિકાના કાલમાં વિશુદ્ધિપૂર્વક યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ આ જીવ કરે છે.
અપૂર્વકરણના પહેલા સમયથી “ઉવલનાનુવિદ્ધ ગુણસંક્રમ” હોય છે. એટલે કે ગુણસંક્રમથી પ્રતિ સમયે અસંખ્યાત ગુણાકારે મિથ્યાત્વનાં કર્મદલિકોને મિશ્રમાં અને સમ્યકત્વમોહનીયમાં, અને મિશ્રનાં કર્મદલિકોને સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે. તથા ઉવલના સંક્રમ વડે પ્રથમ સ્થિતિખંડ મોટો, પછી પછીનો સ્થિતિખંડ વિશેષહીનવિશેષહીન એમ અપૂર્વકરણના ચરમસમય સુધી ઉવલના કરે છે એમ જાણવું. તેમાં મિથ્યાત્વનું દલિક પોતાની નીચેની સ્થિતિમાં અને પરમાં (એટલે મિશ્રમોહ અને સમ્યકત્વમોહમાં) નાખે છે. તેવી જ રીતે મિશ્રનાં દલિતોને પોતાની નીચેની સ્થિતિમાં અને પરમાં (સમ્યકત્વ મોહમાં) નાખે છે. આમ અપૂર્વકરણના ચરમસમય સુધી જાણવું. આમ ગુણસંક્રમ અને ઉવલના સંક્રમ એમ બન્ને દ્વારા સ્થિતિ તોડતાં તોડતાં અપૂર્વકરણના ચરમ સમયે પ્રથમ સમયની સ્થિતિસત્તા કરતાં સંખ્યાતગુણ હીન સ્થિતિસત્તા થઈ જાય છે. અપૂર્વકરણના ચરમસમયે દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના વિરામ પામે છે. ત્યારબાદ હવે આ જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે.
અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ ચાલુ જ રહે છે. તેથી દર્શનત્રિકની સ્થિતિ સત્તા પૂર્વે જે અંતઃકોડાકોડી સાગરોપમ હતી તે હજારો સ્થિતિઘાત ગયે છતે અસંજ્ઞી પંચેન્દ્રિય તુલ્ય (૧૦૦૦ સાગરોપમ પ્રમાણ) બને છે. તેમાંથી પણ હજારો હજારો સ્થિતિઘાત ગયે છતે અનુક્રમે ચઉરિન્દ્રિય તુલ્ય (૧૦૦ સાગરોપમ પ્રમાણ), તેઈન્દ્રિય તુલ્ય (૫૦ સાગરોપમ પ્રમાણ), બેઈન્દ્રિય તુલ્ય (૨૫ સાગરોપમ પ્રમાણ), અને એકેન્દ્રિય તુલ્ય (૧ સાગરોપમ પ્રમાણ), સ્થિતિ સત્તા થાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત કર્યો છતે ત્રણે દર્શનમોહનીયની સ્થિતિ સત્તા પલ્યોપમના સંખ્યામા ભાગ પ્રમાણ થાય છે. આ પ્રમાણે સ્થિતિઘાતાદિ વડે દર્શનમોહનીયની સ્થિતિનો ઘાત કરતો જાય છે.
ત્રણે દર્શનમોહનીયની સત્તા પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ બન્યા પછી સ્થિતિઘાત વડે ૧ સંખ્યાતમા ભાગને રાખીને બાકીના સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. ત્યારબાદ તે બાકી રાખેલા ૧ સંખ્યાતમા ભાગના બુદ્ધિથી સંખ્યાતા ભાગ કરીને એક ભાગ રાખીને બાકીના સર્વે સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. આ પ્રમાણે સેંકડો સ્થિતિઘાત થાય છે. ત્યારબાદ મિથ્યાત્વમોહનીયના અસંખ્યાતા ભાગ કરે છે, ૧ ભાગ રાખે, શેષ ભાગોનો નાશ કરે, પણ મિશ્રમોહ અને સમ્યકત્વમોહના તો હજુ પણ સંખ્યાતા જ ભાગ કરે, તેમાંનો ૧ ભાગ રાખે, અને બાકીના સંખ્યાતા ભાગોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org