________________
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ
૨૩૧ કાલના દ્વિચરમ સમય સુધી જાણવું. ત્યાં સુધી ઘાત્યમાન સ્થિતિ પાતળી પાતળી થતી જાય છે. પરંતુ સ્થિતિનો સર્વથા નાશ થતો નથી. તે અંતર્મુહૂર્તના ચરમ સમયે ઘાયમાનસ્થિતિના સર્વનિષેક સમયોમાંથી બાકી રહેલું સકલ કર્મલિક આ જીવ નીચે ઉતારે છે ત્યારે તે સ્થિતિખંડનો સંપૂર્ણ નાશ થયો કહેવાય છે. આ પ્રથમ સ્થિતિઘાત છે. તે કાલે તે તે કર્મોની તેટલી તેટલી સ્થિતિ નાશ પામી એમ કહેવાય છે. આ રીતે એક સ્થિતિઘાતમાં જે અંતર્મુહૂર્ત કાલ થાય છે. તેમાં પ્રતિસમયે ઘાયમાન સ્થિતિના સર્વ નિષેકસ્થાનોમાંથી અસંખ્યાતગુણ કર્મદલિક આ જીવ નીચે ઉતારે છે.
એક સ્થિતિઘાત સમાપ્ત થયા પછી બાકી રહેલી સ્થિતિના અગ્રિમ ભાગથી જઘન્યથી ૫. સં. ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ બીજો સ્થિતિઘાત કરે છે. એમ આવા હજારો સ્થિતિઘાત થાય છે ત્યારે આ અપૂર્વકરણ પૂર્ણ થાય છે. ઉપરની સ્થિતિઓમાંથી ઉતારાતું આ કર્મલિક નીચેની ભોગવાતી સ્થિતિમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. આવા પ્રકારના હજારો સ્થિતિઘાત થવાના કારણે અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી, તેના કરતાં સંખ્યાતગુણ હીન સ્થિતિસત્તા અપૂર્વકરણના ચરમ સમયે થાય છે. ઉપરની સ્થિતિમાં જેમ સ્થિતિઘાતથી સ્થિતિસત્તા તુટે છે તેમાં નીચેની સ્થિતિમાં પ્રતિસમયની નિષેકરચના ઉદયથી અનુભવાતી અનુભવાતી તુટે છે. એમ બન્ને બાજુથી સ્થિતિ કપાતાં સ્થિતિસત્તા નાની નાની થતી જાય છે.
રસઘાત = સત્તામાં રહેલી અશુભ એવી કર્મપ્રકૃતિઓની ઘાયમાન એવી તે તે સ્થિતિમાં જે જે રસ બાંધેલો સત્તામાં છે તેના બુદ્ધિથી અનંતા ભાગો કરીને ૧ ભાગ રાખીને બાકીના તે અનંતભાગ પ્રમાણ રસનો અપવર્તનાકરણવિશેષ વડે જે ઘાત કરવો તેને રસઘાત કહેવાય છે. ૧ રસઘાત થયા પછી તે જ ઘાયમાન સ્થિતિમાં બાકી રાખેલા એક અનંતમા ભાગના પુનઃ બુદ્ધિથી અનંતા ભાગ કલ્પી, ૧ ભાગ રાખી, શેષ સર્વભાગોનો નાશ કરે છે. આ બીજો રસઘાત કહેવાય છે. આવા હજારો રસઘાત કરે ત્યારે ૧ સ્થિતિઘાત સમાપ્ત થાય છે. એક એક રસઘાતમાં પણ (નાનું) અંતર્મુહૂર્ત થાય છે. અપૂર્વકરણના કાલમાં હજારો સ્થિતિઘાત અને હજારો વાર હજારો રસઘાત થાય છે.
ગુણશ્રેણિ = સ્થિતિઘાત અને રસઘાત વડે ઘાત કરાતી એવી ઉપરની સ્થિતિના તે કર્મલિકોને નીચે ઉતારીને ઉદયવતી પ્રકૃતિના દલિકોને ઉદયના પ્રથમ સમયથી અને અનુદયવતી પ્રવૃતિઓના દલિકોને એક આવલિકા પછીના સમયથી ક્રમશઃ અસંખ્યાત ગુણાકારે અંતર્મુહૂર્ત કાલ પ્રમાણની નિષેકરચનામાં ગોઠવવાં તેને ગુણશ્રેણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org