________________
૨૩૦ ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ અનંત-અનંતગુણી છે અને છેલ્લે બાકી રહેલ સંખ્યામાં ભાગ માત્ર સમયોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણી છે. જેમકે અંતર્મુહૂર્તનો કાલ ૨૦ સમયનો કલ્પીએ, અને તેનો સંખ્યાતમો ભાગ ૪ કલ્પીએ. તો ૧ થી ૨ ની, ૨ થી ૩ ની અને ૩ થી ૪ સમયની જઘન્ય વિશુદ્ધિ અનુક્રમે અનંતગુણી છે. ચોથા સમયની જઘન્ય વિશુદ્ધિથી ૧લા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. તે ૧લા સમયની ઉ. વિશુદ્ધિથી પમા સમયની જઘન્ય, તેનાથી બીજા સમયની ઉ. વિશુદ્ધિ, તેનાથી ૬ઠ્ઠા સમયની જઘન્ય, તેનાથી ત્રીજા સમયની ઉ. વિશુદ્ધિ અનંતગુણી. એમ ૨૦મા સમયની જઘન્ય વિશુદ્ધિ આવે ત્યાં સુધી જાણવું. ત્યારબાદ ૧૭-૧૮-૧૯-૨૦ સમયની કેવલ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંત ગુણી જાણવી. આ વિશુદ્ધિ નીચેથી ઉપર જણાતી હોવાથી ઊર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે.
આ કરણ ભવ્ય-અભવ્ય બને કરે છે અને ઘણીવાર કરે છે. તેમાંથી મોશે જવાની ભવિતવ્યતા જ્યારે પાકે છે અને કાલપરિપક્વતા જ્યારે બની હોય, વળી ઘણો ભાવમલ (મોહનો તીવ્ર ભાવ) ક્ષીણ થયો હોય ત્યારે જે યથાપ્રવૃત્તકરણ બને છે તેને ચરમ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. “ચરમ” શબ્દ એટલા માટે જોડ્યો છે કે આ યથાપ્રવૃત્ત કરણ છેલ્લું જ છે. તેની પછી તુરત જ આ જીવ અપૂર્વકરણ કરે
અપૂર્વકરણમાં પ્રવેશ -
જ્યાં પૂર્વે કદાપિ ન કર્યા હોય એવાં સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો થાય તેવા જે અપૂર્વ અધ્યવસાયો, અર્થાત્ અતિશય વિશુદ્ધિવાળા જે પરિણામ તેને જ અપૂર્વકરણ કહેવાય છે. આ કરણમાં આવેલો જીવ અભુત સ્થિતિઘાતાદિ ચાર કાર્યો કરે છે અને તેના કારણે ગ્રન્થિભેદ પણ કરે છે. આઠમા ગુણઠાણે જે અપૂર્વકરણ થાય છે તેમાં રહેલો જીવ સ્થિતિઘાતાદિ પાંચે કાર્યો કરે છે એમ જણાવશે. પરંતુ હાલ અનાદિ મિથ્યાત્વી જે સમ્યકત્વ પામે છે તે સમજાવાય છે. તેવા જીવને અપૂર્વકરણ પહેલા ગુણઠાણે જ થાય છે. ત્યાં મિથ્યાત્વમોહનીયનો બંધ ચાલુ છે. અને ગુણસંક્રમ અબધ્યમાન એવી અશુભ પ્રકૃતિઓનો જ થાય છે. જ્યારે અહીં તો મિથ્યાત્વ બધ્યમાન છે તે માટે ગુણસંક્રમ વિના સ્થિતિઘાતાદિ ચાર જ કાર્યો થાય છે.
સ્થિતિઘાત - આયુષ્ય કર્મ વિના જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સત્તામાં રહેલી સ્થિતિના અગ્રિમ ભાગથી જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ (સાગરોપમ પૃથકત્વ) સ્થિતિખંડનો ઘાત કરવો તે સ્થિતિઘાત કહેવાય છે. ઘાત્યમાન એવા સ્થિતિખંડના નિષેકરચનાના પ્રત્યેક સમયોમાંથી થોડું થોડું કર્મ દલિક દરેક સમયે આ જીવ નીચે ઉતારે છે એમ આ સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org