________________
ગાથા : ૭૫
છઠ્ઠો કર્મગ્રંથ
૨૨૭ આ “ઉપશમના” બે પ્રકારની હોય છે. (૧) યથાપ્રવૃત્ત આદિ કરણો વડે જે ઉપશમના બને તે કરણકૃત ઉપશમના અને (૨) યથાપ્રવૃત્તાદિ કરણો વિના સહજપણે જે ઉપશમના બને તે અકરણકૃત ઉપશમના. તે બન્નેમાંથી જે અકરણકૃત ઉપશમના છે. તે ઉપશમનાનું જ્ઞાન તો કમ્મપડિકાર શ્રી શિવશર્મસૂરિજી મ. શ્રી થયા ત્યારે પણ નષ્ટ થયેલું હતું કારણ કે તેઓની રચેલી કમ્મપયડના ઉપશમના કરણની પહેલી જ ગાથામાં કહ્યું છે કે “અકરણકૃત ઉપશમનાના અનુયોગને ધારણ કરનારા જ્ઞાનીઓને હું નમસ્કાર કરું ” અર્થાત્ તેનું જ્ઞાન અમારી પાસે નથી. માટે અકરણકૃત ઉપશમનાના જ્ઞાનીઓને હું નમસ્કાર કરું છું.
તેથી “કરણકત ઉપશમના” જ આ ઉપશમશ્રેણીમાં સમજાવાશે. કરણકૃત ઉપશમના પણ દેશોપશમના અને સર્વોપશમના એમ બે પ્રકારે છે. સત્તાગત દલિકોનો એક ભાગ ઉપશમાવવો તે દેશોપશમના, અને સત્તાગત દલિકોનો સર્વ ભાગ ઉપશમાવવો તે સર્વોપશમના કહેવાય છે. દેશોપશમના સર્વે કર્મોની થાય છે પણ સર્વોપશમના કેવલ એક મોહનીયકર્મની જ થાય છે. બીજા કોઈપણ કર્મની સર્વોપશમના થતી નથી. તેથી મોહનીયકર્મની જે કરણકત સર્વોપશમના થાય છે તે જ આ ઉપશમશ્રેણી રૂપે સમજાવાય છે.
મોહનીયકર્મને” દબાવી-દબાવીને ઉપર ચઢવું તે ઉપશમશ્રેણી કહેવાય છે. દબાવેલું કર્મ કાલાન્તરે ઉદયમાં આવે જ છે અને તે મોહના ઉદયને લીધે જીવ નીચે પટકાય જ છે. તેથી આ શ્રેણી લપસણીયા પગથીયા જેવી છે. “શ્રેણી” એટલે નિસરણી, નિસરણી ચઢતાં કે ઉતરતાં કોઈ માણસ કોઈ પણ પગથીએ ઝાઝો ટાઈમ ઉભો રહેતો નથી. જલ્દી જલ્દી ચઢે છે અને જલ્દી જલ્દી ઉતરે છે. તેવી જ રીતે ૮ થી ૧૧ ગુણઠાણાઓ ઉપર જીવ જલ્દી જલ્દી ચઢે અને જલ્દી જલ્દી ઉતરે પણ વચ્ચે ક્યાંય વધારે વિરામ ન કરે એવી આ શ્રેણી છે. તે માટે તેને નિઃસરણીની ઉપમા ઘટતી હોવાથી શ્રેણી અર્થાત્ નિઃસરણી કહેવાય છે.
ઉપશમશ્રેણીનો પ્રારંભ કરતાં પહેલાં ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરવું જ પડે છે. તે ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. (૧) અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તકરણાદિ ત્રણ કરણો કરવા વડે ગ્રંથિભેદ કરીને જે પ્રાપ્ત કરે છે તે. જેનું નામ પ્રાથમિક ઉપશમ સમ્યકત્વ કહેવાય છે. (૨) અને ઉપશમશ્રેણી પ્રારંભવા માટે જે પ્રાપ્ત કરાય છે. તેનું નામ શ્રેણીસંબંધી ઉપશમસમ્યકત્વ છે. આ શ્રેણીસંબંધી ઉપશમસમ્યકત્વ પામનાર ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણામાં વર્તતા ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવો હોય છે. ત્યાં સૌથી પ્રથમ અનાદિ મિથ્યાત્વી જીવ જે પ્રાથમિક ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેની વિધિ પહેલાં કહેવાય છે. જો કે તે પ્રાથમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org