SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૭૫ ૨૨૬ છઠ્ઠો કર્મગ્રંથ અને તિર્યંચના ભાવમાં હોઈ શકે છે. પરંતુ દેવના ભવમાં હોઈ શકતી નથી. કારણ કે દેવગતિના જીવો નરકાયુષ્ય બાંધતા નથી. તેથી તેની સત્તા દેવભવમાં નથી. (જોકે નરકના જીવો પણ નરકાયુષ્ય બાંધતા નથી. તો પણ તે નારકીના જીવોને ઉદયમાં વર્તતું એવું નરકાયુષ્ય સત્તામાં છે જ). - ઉપરોક્ત ત્રણ પ્રકૃતિઓ વિના બાકીની સર્વે પ્રકૃતિઓની સત્તા ચારે ગતિમાં જુદા જુદા જીવોને આશ્રયી હોઈ શકે છે. આ રીતે મૂલકર્મો અને ઉત્તરકર્મોનો બંધઉદય અને સત્તાનો સંવેધ અહીં સમાપ્ત થાય છે. છેલ્લે ચૌદ ગુણસ્થાનકો ઉપર સંવેધ કહેવામાં આવ્યો છે. તે ગુણસ્થાનકોમાં જ ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આવે છે. તેથી હવે પછીની ગાથાઓમાં ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી સમજાવાય છે. I૭૪ો. ' ઉપશમશ્રેણીનું સ્વરૂપ पढमकसायचउक्कं, दसणतिग सत्तगा वि उवसंता । अविरयसम्मत्ताओ, जाव नियट्टित्ति नायव्वा ।। ७५ ॥ प्रथमकषायचतुष्कं, दर्शनत्रिकं सप्तका अप्युपशान्ताः । अविरतसम्यक्त्वात्, यावद् निवृत्तिरिति ज्ञातव्याः ।। ७५ ॥ ગાથાર્થ – અનંતાનુબંધી નામના ૪ કષાય અને દર્શનસિક, આમ ૭ કર્મપ્રકૃતિઓ અવિરતસમ્યગ્દષ્ટિથી યાવત્ અપૂર્વકરણ સુધીમાં ઉપશાન્ત થયેલી જાણવી. / ૭૫ // વિવેચન - આ ઉપશમશ્રેણિનું સવિશેષ સ્વરૂપ પૂજ્યપાદ શ્રી શિવશર્મસૂરિજી મ.શ્રી કૃત “કમ્મપડિ” માં છે. અગ્રાયણી નામના બીજા પૂર્વમાં આવેલી પાંચમી વસ્તુના “કર્મપ્રકૃતિ” નામના ચોથા પ્રાભૃતમાંથી આ કમ્મપયડની રચના થઈ છે. તથા પૂજ્યપાદ શ્રી ચંદ્રર્ષિ આચાર્ય કૃત પંચસંગ્રહના ભાગ બીજામાં જે ઉપશમના કરણ છે. તે ઉપશમના કરણનું સ્વરૂપ જ્યાં અનુભૂતિ થાય છે તેને જ ઉપશમશ્રેણી કહેવાય છે. માર્ગમાં રહેલી ધૂળ ઉપર પાણી છાંટીને તેના ઉપર “રોલર” ફેરવવાથી તે ધૂળ જેમ ઉડતી નથી. તે કાલે નુકશાન કરતી નથી. તેવી જ રીતે પૂર્વકાલમાં બાંધેલ અને સત્તામાં રહેલ એવા કર્મ પરમાણુઓ રૂપી ધૂળ ઉપર અત્યન્ત નિર્મળ અધ્યવસાયની ધારા રૂપી પાણી છાંટીને અનિવૃત્તિકરણ કરવા રૂપ રોલર ફેરવીને સત્તાગત તે કર્મપરમાણુઓને એવા દબાવી દેવા કે જે કર્મપરમાણુ હાલ તુરત ન ઉદયમાં આવે, ન ઉદીરણા પામે, તથા જેમાં બીજાં કરણો ન લાગે એવી સ્થિતિવાળું કર્મ બનાવવું, તેને “ઉપશમના” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy