________________
૨૧૫
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૬૭ गतीरिन्द्रियाणि चाश्रित्य एतदनुसारेण काययोगादिष्वपि मार्गणास्थानेषु वक्तव्यः । शेषाणि तु द्रव्यप्रमाणादीनि सप्तानुयोगद्वाराणि कर्मप्रकृतिप्राभृतादीन् ग्रन्थान् सम्यक् परिभाव्य वक्तव्यानि । ते च कर्मप्रकृतिप्राभृतादयो ग्रन्था न सम्प्रति वर्तन्ते इति लेशतोऽपि दर्शयितुं न शक्यते । यस्त्वैदंयुगीनेऽपि श्रुते सम्यगत्यन्तमभियोगमास्थाय पूर्वापरौ परिभाव्य दर्शयितुं शक्नोति, तेनावश्यं दर्शयितव्यानि । प्रज्ञोन्मेषो हि सतामद्यापि तीव्रतीव्रतरक्षयोपशमभावेनासीमो विजयमानो लक्ष्यते । अपि चान्यदपि यत्किञ्चिदिह क्षुण्णमापतितं, तत्तेनापनीय तस्मिन्स्थानेऽन्यत्समीचीनमुपदेष्टव्यम् । सन्तो हि परोपकारकरणैकरसिका भवन्तीति ।
પૂજ્ય મલયગિરિજી મ. શ્રી કેટલી નમ્રતાભરી ભાષાથી લખે છે કે કર્મપ્રકૃતિપ્રાભૃત આદિ અગ્રાયણી પૂર્વના અંગભૂત ગ્રંથો હાલ નથી તેથી દ્રવ્યપ્રમાણાદિ તારો વડે આ સંવેધ લેશથી પણ અમે જણાવી શકતા નથી. છતાં વર્તમાનયુગમાં પણ શ્રુતગ્રન્થોમાં સભ્યપ્રકારે અત્યન્ત ઉપયોગ રાખીને પૂર્વાપર ચિંતવન કરીને જે મહાત્મા પુરુષો જણાવવાને સમર્થ હોય, તેઓએ અવશ્ય આ સંવેધ સૂક્ષ્મપણે જણાવવો. કારણ કે પ્રજ્ઞાનો ઉઘાડ આ કાલે પણ પુરુષોને તીવ્ર અને તીવ્રતર ક્ષયોપશમભાવે અપરિમિત હોય એમ જણાય છે. એટલું જ નહીં પરંતુ બીજું પણ જે કંઈ અમારાથી સદોષ કહેવાઈ ગયું હોય તે વિષયને તેઓએ દૂર કરીને તે તે સ્થાને સમ્યક એવો અન્ય વિષય જણાવવો. કારણ કે સંતપુરુષો સદા પરોપકાર કરવાના જ એકરસવાળા હોય છે. આ પંક્તિઓ આપણને ઘણું બધું કહી જાય છે. આવી અતિશય નમ્રતા ભરેલી તે મહાત્મા પુરુષોની મૂર્તિઓને લાખો લાખો વંદન.
અભ્યાસકને સમજવું સરળ પડે એટલે અમે ૬૨ માર્ગણા સ્થાનો ઉપર આઠે કર્મોનો સંવેધ પરિશિષ્ટરૂપે પાછળ પાના નંબર ૩૦૩ થી ૩૬૪ માં આપીશું. ત્યાંથી જાણી લેવા ખાસ વિનંતિ છે. જે ૬૬ ||
उदयस्सुदीरणाए, सामित्ताओ न विजइ विसेसो । मुत्तूण य इगयालं, सेसाणं सव्वपयडीणं ।। ६७ ॥ उदयस्योदीरणायां, स्वामित्वाद् न विद्यते विशेषः । मुक्त्वा चैकचत्वारिंशतं, शेषाणां सर्वप्रकृतीनाम् ॥ ६७ ॥
ગાથાર્થ - ૪૧ પ્રકૃતિઓને છોડીને બાકીની સર્વે પણ પ્રકૃતિઓની ઉદીરણામાં સ્વામિત્વપણાથી ઉદય કરતાં કોઈપણ જાતની વિશેષતા નથી. / ૬૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org